Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

LK Advani News: લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડી, મોડી રાત્રે દિલ્હીના એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ

lal krishna advani
, શનિવાર, 14 ડિસેમ્બર 2024 (13:06 IST)
Lal Krishna Advani News: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીની તબિયત બગડી ગઈ છે.  તેમણે શુક્રવારે મોડી રાત્રે દિલ્હીના અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  અડવાણી 97 વર્ષના છે અને હાલ ન્યુરોલોજી વિભાગના સીનિયર કંસ્લ્ટેટ ડોક્ટર વિનિટ સૂરેની દેખરેખમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે.   એવુ કહેવાય રહ્યુ છે કે છેલ્લા 2 અઠવાડિયાથી તેમની તબિયત ખરાબ ચાલી રહી હતી. પણ ગઈકાલે રાત્રે તબીયત  વધુ ખરાબ થઈ ગઈ. જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવા પડ્યા.    લાલકૃષ્ણ અડવાણીને આ વર્ષે ઓગસ્ટમાં પણ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
 
આ પહેલા એલ કે અડવાણીને આ વર્ષે જુલાઈના પહેલા સપ્તાહમાં અને ઓગસ્ટ મહિનામાં પણ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં (LK Advani Hospitalised) દાખલ કરવામાં આવ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતાને બે દિવસ સુધી તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે પણ તેમને ન્યુરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડો. વિનીત સૂરીની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.
 
 
આ વર્ષે મળ્યો હતો ભારત રત્ન 
લાલ કૃષ્ણ અડવાણી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ જ વર્ષે તેમને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતેના કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. તેથી જ તેમના નિવાસસ્થાને જ ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
 
PM મોદીએ જઈને આપ્યા હતા અભિનંદન 
 
8 નવેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના ઘરે તેમના જન્મદિવસની શુભેચ્છા આપવા પહોંચ્યા હતા. પીએમ મોદીએ એક્સ પર એક ફોટો પણ શેર કર્યો હતો, જેમાં પીએમ મોદી લાલકૃષ્ણ અડવાણીને ગુલદસ્તો આપતા જોવા મળ્યા હતા. પીએમ મોદીએ ફોટોના કેપ્શનમાં લખ્યું હતું કે, 'અડવાણીજીના નિવાસસ્થા જઈને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.'

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

VIDEO: હાશિમ બાબા ગેંગનો શૂટર સોનુ મટકા એન્કાઉન્ટરમાં માર્યો ગયો, જાણો તેની ગુનાની કુંડળી