ઘાસચારા કૌભાંડના અભિયુક્ત રાજદ અધ્યક્ષ કોર બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવે ઝારખંડ ઉચ્ચ ન્યાયાલયના આદેશ મુજબ કેન્દ્રીય તાપસ બ્યુરોની વિશેષ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરી દીધુ છે. કોર્ટે તેમને જેલ મોકલવાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટના આદેશ પછી લાલૂ યાદવને બિરસા મુંડા જેલમાં શિફ્ટ કરવામાં આવશે.
આત્મસમર્પણ દરમિયાન રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવે કહ્યુ કે સરકાર મને જ્યા ચાહે ત્યા મુકેલ્ મારા આરોગ્યની જવાબદારી પણ સરકારની જ રહેશે.
ઝારખંડ હાઈકોર્ટે 24 ઓગસ્ટના રોજ લાલૂ પ્રસાદ યાદવને વિશેષ સીબીઆઈ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવનો આદેશ આપ્યો હતો. ન્યાયાલયે લાલૂને આત્મસમર્પણ કરવા માટે 30 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો.
આ પહેલા હાઈકોર્ટે અગાઉની સુનાવણી દરમિયાન રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની ચારા ઘોટાળાને દેવઘર કોષાગાર સહિત બધા ત્રણ મામલે સ્વાસ્થ્ય કારણોસર આપવામાં આવેલ અંતરિમ જામીનનો સમય આગળ વધારવાની મનાઈ કરી દીધી હતી. ન્યાયાલયે કહ્યુ હતુ કે જરૂર પડશે તો લાલૂની રાંચીના રિમ્સ હોસ્પિટલમાં સારવાર થશે. કોર્ટે લાલૂને સીબીઆઈની વિશેષ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.