Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોણ છે મોહમ્મદ લતીફ ભટ્ટ ? કુલગામમાં CRPF પર આતંકી હુમલામાં આવ્યુ છે જેનુ નામ, વોંટેડ્ લિસ્ટમાં સામેલ

terrorist Mohammad Lateef Bhat
terrorist Mohammad Lateef Bhat
બુધવારે જમ્મુ અને કાશ્મીરના કુલગામના અખરાન વિસ્તારમાં AK-47થી સજ્જ બે આતંકવાદીઓએ ઘૂસીને ચેકપોસ્ટ પર તૈનાત CRPF જવાનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જોકે, જવાનોની બહાદુરીએ આતંકવાદીઓના ઘાતક હુમલાના આયોજનને નિષ્ફળ બનાવ્યું હતું. આ હુમલામાં CRPFના ત્રણ જવાન ઘાયલ થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર છે. હુમલા બાદ આતંકવાદીઓ જંગલમાં ભાગી ગયા હતા.

CCTV ફૂટેજમાં કેદ થયેલી હુમલાની ભયાનક ક્ષણો

કુળગામમાં થયેલા આ હુમલાના CCTV વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું કે CRPF જવાનો મીર બજારમાં બંધ દુકાનોની બહાર ફૂટપાથ પર બેઠા હતા ત્યારે બપોરે અચાનક ગોળીબાર શરૂ થયો હતો. સૈનિકોએ તાત્કાલિક આશ્રય લઈને પોતાના હથિયારો ઉપાડ્યા હતા અને વળતો ગોળીબાર કર્યો હતો. આ વીડિયોમાં આશરે 25 થી 30 રાઉન્ડ ગોળીબાર રેકોર્ડ કરવામાં આવ્યો છે અને સૈનિકોના એકબીજાને ચેતવણી આપતા અવાજો પણ સંભળાયા હતા.
 

સુરક્ષા દળો દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ

હુમલા બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને બેરિકેડ્સ તેમજ સશસ્ત્ર વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. BSF, કાશ્મીર પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ફોર્સ (SOG) દ્વારા આતંકવાદીઓને શોધવા માટે સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા નજીકની દુકાનોના CCTV ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે જેથી હુમલાખોરોના પગેરું મેળવી શકાય.

લશ્કર-એ-તૈયબાના કમાન્ડર લતીફ ભટ પર શંકા

સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલા પાછળ દક્ષિણ કાશ્મીરમાં સક્રિય લશ્કર-એ-તૈયબાનો વોન્ટેડ સ્થાનિક આતંકવાદી મોહમ્મદ લતીફ ભટ હોવાની પ્રબળ શંકા છે. લતીફ ભટ અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે અને તે આશરે પાંચ વર્ષથી આ આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલો છે. આ હુમલામાં તેની સાથે કોઈ પાકિસ્તાની આતંકવાદી પણ હોવાની શક્યતા તપાસવામાં આવી રહી છે, જોકે હજુ સુધી કોઈ સંગઠને આની સત્તાવાર જવાબદારી સ્વીકારી નથી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Nepal road accident - મુસાફરોથી ભરેલી ઈલેક્ટ્રિક વેન 500 મીટર ઊંડા ખીણમાં ખાબકી, 10 ના મોત, 5 ઘાયલ