પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મહાસપ્તમી (Mahasaptami) ના દિવસે દુર્ગા પૂજાના (Durga Puja) ના ઉત્સાહમાં ડુબ્યુ હતુ. મઘ્ય કલકોતામાં ફરી મકાનનો એક ભાગ પડવાથી એક વ્યક્તિનુ મોત જ્યારે કે ચાર અન્ય ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત હજુ પણ નાજુક છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિના દરમિયાન કોલકાતા(Building Collapsed)માં મકાન તૂટી પડવાની અને મૃત્યુની આ ત્રીજી ઘટના છે. અગાઉ, મકાન તૂટી પડવાના કારણે બે અલગ અલગ ઘટનાઓમાં છ લોકોના મોત થઈ ચુક્યા છે.
આ ઘટના મધ્ય કોલકાતાની કેનાલ ઈસ્ટ રોડ નંબર 35 માં બની છે. ઘરની છતનો ભાગ તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું. મૃતકની ઓળખ અલાઉદ્દીન ગાઝી તરીકે થઈ છે, જ્યારે ચાર લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. તેમને એનઆરએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.