બિહારના ચર્ચિત ચારા કૌભાંડ સાથે જોડાયેલ ત્રણ મામલામાં રાંચીની વિશેષ કોર્ટે આજે પૂર્વ મુખ્યમંંત્રી અને આરજેડી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવ ઉપરાંત પૂર્વ સીએમ જગન્નાથ મિશ્રા, વિદ્યાસાગર નિષાદ, આર કે રાણા, જગદીશ શર્મા, ઘ્રુવ ભગત સહિત 22 લોકો વિરુદ્ધ સીબીઆઈની વિશેષ કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો.
શુ છે બિહારનો ચારા કૌભાંડ
સરકારી ખજાનામાંથી ગેરકાયદેસર લગભગ 900 કરોડ રૂપિયા કાઢવામાં આવ્યા જેને ચારા કૌભાંડ નામ આપવામાં આવ્યુ. પશુઓના ચારા, દવાઓ અને પશુપાલન માટે મુકવામાં આવેલ ધનની વહેચણી અનેક રાજનેતા, મોટા અધિકારીઓ અને બનાવટી કંપનીઓના પુરવઠા કર્તાઓએ મળીને સુનિયોજીત રીતે કરી હતી. 900 કરોડનો ચારા કૌભાંડ વર્ષ 1994માં પ્રકાશમાં આવ્યો હતો.
આજે જે નિર્ણય આવવાનો છે તે દેવઘર ટ્રેજરીની નિકાસીનો છે. લાલૂ પર 90 લાખ રૂપિયાની ગેરકાયદેસર નિકાસીનો આરોપ છે.
ચારા કૌભાંડમાં કુલ છ કેસ છે. જેમાથી એક કેસમાં 2013માં લાલૂ યાદવને પાંચ વર્ષની સજા થઈ ચુકી છે. જેના કારણે તેઓ ચૂંટણી રાજનીતિમાંથી દૂર થઈ ગયા. એ મામલે લાલૂ યાદવ હાલ જામીન પર બહાર છે.
લાલૂ પ્રસાદ યાદવે ચારા કૌભાંડ સાથે જોડાયેલ બધા મામલાની સુનાવણી એક સાથે કરવાની અપીલ્કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે રદ્દ કરતા કેસની ટ્રાયલ જુદી જુદી ચલાવવાનો આદેશ આપ્યો હતો
વર્ષ 1990થી થઈ હતી ચારા કૌભાંડની શરૂઆત
ઉલ્લેખનીય છે કે ચારા કૌભાંડની શરૂઆત વર્ષ 1990માં થઈ હતી. જ્યારે લાલૂ બિહારના મુખ્યમંત્રી હતા. બિહારના પશુપાલન વિભાગમાં ખોટુ બિલ આપીને ચારાના નામ પર રકમ કાઢવામાં આવી હતી. ફરજીવાડામાં અધિકારી, ઠેકેદાર અને નેતા પણ સંડોવાયેલા હતા. ચારાના નામ પર વર્ષો સુધી પૈસા કાઢવામાં આવતા રહ્યા. ચારા કૌભાંડમાં લાલૂ યાદવ પર કુલ છ કેસ નોંધાયેલા છે.
લાલૂ માટે સારુ ન રહ્યુ વર્ષે 2017
લાલૂ પ્રસાદ યાદવ માટે આ વર્ષ 2017 બિલકુલ પણ સારુ ન રહ્યુ. આ વર્ષે લાલૂ યાદવ પર રેલવે હોટલ લાંચને લઈને કાર્યવાહી થઈ. જેના કાર્ણે પટનામાં બની રહેલ તેમના મૉલની જમીન પણ કબજે થઈ ગઈ. આ વર્ષે બિહારની સત્તામાંથી આરજેડીની વિદાય થઈ ગઈ.