Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ગવર્નેસ ઈંડેક્સ - સુશાસિત રાજ્યોમાં કેરલ ટોપ પર, જાણો ગુજરાત કયા નંબર પર ?

ગવર્નેસ ઈંડેક્સ - સુશાસિત રાજ્યોમાં કેરલ ટોપ પર, જાણો ગુજરાત કયા નંબર પર ?
, સોમવાર, 23 જુલાઈ 2018 (11:21 IST)
દેશમાં સૌથી સારી રીતે શાસિત રાજ્યોની યાદીમાં કેરલે ટોપ કર્યુ છે. થિંક ટૈક પબ્લિક અફેયર્સ સેંટર (પીએસસી) દ્વારા રજુ પબ્લિક અફેયર્સ ઈંડેક્સ 2018માં કેરલ સૌથી ઉપર અને બિહાર સૌથી નીચલા સ્થાન પર છે. 
 
બેંગલુરૂ સ્થિત પીએસીએ કહ્યુ કે કેરલ સતત ત્રીજા વર્ષે સુશાસિત રાજ્યોની યાદીમાં ટોપ કર્યુ છે.  કેરલ પછી તમિલનાડુ બીજા નંબર, તેલંગાના ત્રીજા નંબરે, કર્ણાટક ચોથા નંબરે અને ગુજરાત પાંચમાં નંબરે છે.  બીજી બાજુ મધ્યપ્રદેશ, ઝારખંડ અને બિહાર સૌથી નીચલા પગથિયે છે. 
 
નાનાં રાજ્યો એટલે કે બે કરોડથી ઓછી વસતી ધરાવતાં રાજ્યોમાં સુશાસનના મામલામાં હિમાચલ પ્રદેશ પ્રથમ સ્થાને છે. બીજા સ્થાને ગોવા, ત્રીજા સ્થાને મિઝોરમ, ચોથા સ્થાને સિક્કિમ અને પાંચમા સ્થાને ત્રિપુરા છે. નાનાં રાજ્યોની યાદીમાં નાગાલેન્ડ, મણિપુર અને મેઘાલય તળિયાનાં સ્થાને છે.
 
સુશાસિત રાજ્યોનુ મૂલ્યાંકન કરતી વખતે મુખ્યત્વે નીચેના કેટલાક માપદંડોને ધ્યાનમાં રાખવામાં આવે છે. 
 
– જરૂરી માળખાકીય સુવિધા
– માનવસંસાધન વિકાસ
– સામાજિક સુરક્ષા
– મહિલા સુરક્ષા
– બાળ સુરક્ષા
– કાયદો અને વ્યવસ્થા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેવશયની એકાદશી - આ ઉપાયો કરવાથી દરેક મનોકામના થશે પૂરી અને લક્ષ્મી થશે પસન્ન