Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

કાનપુર પાસે 38 દિવસમાં બીજી ટ્રેન દુર્ઘટના, અજમેર-સિયાલદાહ એક્સપ્રેસ ટ્રેનના 15 ડબ્બા પાટા પરથી ઉતરતા બેના મોત 48 ઘાયલ

કાનપુર પાસે 38 દિવસમાં બીજી ટ્રેન દુર્ઘટના, અજમેર-સિયાલદાહ એક્સપ્રેસ ટ્રેનના 15 ડબ્બા પાટા પરથી ઉતરતા બેના મોત 48 ઘાયલ
, બુધવાર, 28 ડિસેમ્બર 2016 (12:39 IST)
કાનપુર નજીક આજે સવારે 12988 અજમેર-સીયાલદહ એકસપ્રેસ ટ્રેનના 15 ડબ્બા પાટા ઉપરથી ઉતરી જતા બે વ્યકિતના મોત થયા છે અને 48  લોકોને ઇજા થઇ છે. આ અકસ્માત સવારે 5.30  કલાકે થવા પામ્યો હતો. આ અકસ્માત રૂડા સ્ટેશન પર થયો હતો. ટ્રેનના બે ડબ્બા નહેરમાં ગબડી પડયા હતા. કાનપુર પાસે થોડા દિવસ પહેલા પણ રેલ્વે અકસ્માત થયો હતો. આ અકસ્માત કાનપુરથી 50 કિ.મી. દુર થયો હતો. અકસ્માત બાદ દિલ્હી-હાવડા રૂટ બંધ કરી દેવાયો છે. 
 
ઉલ્લેખનીય છે કે કાનપુર પાસે છેલ્લા 38 દિવસમાં આ બીજી ટ્રેન દુર્ઘટના છે. પુખરાયામાં 20 નવેમ્બરના રોજ થયેલ દુર્ઘટનામાં 145 લોકોના મોત થયા હતા. 
 
- દુર્ઘટના કાનપુરથી નિઅક્ટ 50 કિમી દૂર રુરા વિસ્તારમાં થઈ.  દુર્ઘટનાને કારણે દિલ્હી-હાવડા રૂટ હાલ બંધ કરવામાં આવ્યો છે.  દિલ્હી -કાનપુર શતાબ્દી કેંસલ કરવામાં આવી છે. 
- કાનપુર આઈજી જકી અહમદ મુજબ, સ્લીપરના 13 અને જનરલના 2 કોચ ડિરેલ થઈ ગયા. 
- બધા લોકોને ટ્રેનમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા. 33 ઘાયલોને જીલ્લા અને 13ને કાનપુરના હલ્લેટ હોસ્પિટલમાં એડમિટ કરવામા આવ્યા. 
- રેલવેના સ્પોક્સપર્સન અરુણ સક્સેનાએ નિવેદનમાં કહ્યુ હતુ - બધા લોકો સુરક્ષિત છે. ટ્રેનના પ્રથમ પાંચ અને અંતિમ ત્રણ ડબ્બાને નુકશાન થયુ નથી.  કુલ 15 ડબ્બા પાટા પરથી ઉતર્યા જેમા 13 સ્લીપર ક્લાસ અને જનરલ છે. 
- બીજી બાજુ રેલ મિનિસ્ટ્રીએ ટ્વીટ કર્યુ, રેલ દુર્ઘટનમાં કોઈનુ મોત થયુ નથી. ફક્ત 44 લોકો ઘાયલ થયા છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યૂપી, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી તારીખોનુ આજે થઈ શકે છે એલાન. ચૂંટણી આયોગની તૈયારીઓ પૂરી