Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Jammu-Kashmir: કિશ્તવાડમાં આભ ફાટવાથી 4ના મોત 36 ગાયબ

Jammu-Kashmir: કિશ્તવાડમાં આભ ફાટવાથી 4ના મોત 36 ગાયબ
શ્રીનગર. , બુધવાર, 28 જુલાઈ 2021 (11:47 IST)
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ (Kishtwar)નાં આભ ફાટવાથી (Cloudburst) ચાર લોકોના મોત થયા છે. કિશ્તવાડ જીલ્લના હોનજર વિસ્તારમાં સવારે લગભગ 4.20 વાગે વાદળ ફાટવાથી છ ઘર અને એક રાશન ડેપો તેની ચપેટમાં આવી ગયા અને દુર્ઘટના પછી લગભગ 36 લોકો ગાયબ છે, જેમના માર્યા જવાની આશંકા છે. 
 
રાહત અને બચાવ કાર્યમાં લાગી સએના 
 
કિશ્તવાડમાં વાદળ ફાયા બાદ  (Cloudburst in Jammu-Kashmir)ભારતીય સેના, એનડીઆરએફ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચલાવી રહી છે. બચાવ ટીમ અકસ્માત બાદ ગુમ થયેલા લોકોની શોધ કરી રહી છે. હોન્જર એ એક દૂરનો વિસ્તાર છે, તેથી રાહત ટીમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
 
આ દુઘર્ટનામાં આ 4 લોકોનાં મોત નીપજ્યાં છે 
 
1. સાજા બેગમ
2. રકિતા
3. ગુલામ નબી (ફૂડ ડેપો ચોકીદાર)
4. અબ્દુલ મજીદ (શિક્ષક)
 
ગાયબ લોકોની શોઘ ચાલુ 
 
કિશ્તવાડ (Kishtwar) ના એસએસપી શફકત ભટે જણાવ્યુ કે ચાર લાશ જપ્ત કરવામાં આવી છે. દુર્ઘટના પછી અનેક લોકો લાપતા છે, જેમની સંખ્યા 36ની આસપાસ બતાવાય રહી છે.  તેમણે કહ્યુ કે ગાયબ લોકોની શોઘ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ગુમ થયેલા લોકોની શોધખોળના પ્રયાસો ચાલુ છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ગુમ થયેલા લોકોના મોતની આશંકા છે.
 
પોલીસે રજુ કર્યો હેલ્પલાઈન નંબર 
 
જીલ્લા પોલીસ કિશ્તવાડ (District Police Kishtwar) ટ્વીટ કરીને અકસ્માતની જાણકારી આપી અને હેલ્પલાઈન નંબર રજુ કર્યો.  પોલીસે ટિ્‌વટ કર્યું છે કે, “કિશ્તવાડમાં ભારે વરસાદને જોતા, કોઈ પણ ઇમરજન્સીની સ્થિતિમાં લોકો આ નંબર ઉપર સંપર્ક કરી શકે છે.એસ.એસ.પી. કિશ્તવાડ-  9419119202, એડિશનલ એસપી કિશ્તવાડ - 9469181254, ડેપ્યુટી એસપી હેડ ઓફિસ - 9622640198, એસ.ડી.પી.ઓ. એથોલી - 9858512348, SHOP PS કિશ્તવાડ - 9149695883, SHO ચતરુ - 9906253546, SHO એથોલી - 9419214272, PCR કિશ્તવાડ - 9906154100, ERSS  112

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ત્રણ મહાનગરોના પોલીસ કમિશ્નર સહિત 50 જેટલા IPSની બદલીનો ટુંક સમયમાં જ આદેશ થશે