Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જૈસલમેરમાં AC બસ કેવી રીતે બની બર્નિંગ બસ ? વિંડો લેમિનેટેડ ગ્લાસ કવર હતી, જો ટફન કાંચ હોત તો બચી જતા મુસાફરો

Jaisalmer bus fire case
જેસલમેર , બુધવાર, 15 ઑક્ટોબર 2025 (11:54 IST)
Jaisalmer bus fire case
Jaisalmer Bus Fire Incident   જેસલમેરથી જોધપુર જઈ રહેલી પ્રાઈવેટ એસી સ્લીપર બસ આગનો ગોળો બનવાનુ સત્ય બહાર આવી ગયુ છે. બસમાં આગ એસીમાથી ગેસ લીક થવાને કારણે લાગી હતી. ગેસ લીક થયા બાદ થયેલા શોર્ટ સર્કિટથી બસ આગન ગોળો બની ગઈ. ત્યારબાદ બસની ડિગ્ગીમાં મુકેલા ફટાકડાઓએ આગમાં ઘી નુ કામ કર્યુ. બસની વિંડો લેમિનેટેડ ગ્લાસથી કવર હતી. જો તેના સ્થાન પર ટફન ગ્લાસ હોતા તો તે તૂટી જતા અને મુસાફરો પોતાનો જીવ બચાવવા બહાર કૂદી શકતા હતા. પણ લેમિનેટેડ ગ્લાસ હોવાને કારણે એ મુસાફરોથી તૂટી શક્યા નહી અને 20 મુસાફરો બસની અંદર જ જીવતા સળગી ગયા. આ બસનુ રજીસ્ટ્રેશન ગઈ 1 ઓક્ટોબરના રોજ જ થયુ હતુ.  
 
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે બપોરે થયેલા અકસ્માતમાં બસની અંદર ફાઇબર બોડી, પડદા અને સીટો પર ફોમ હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. બસની ડિક્કીમાં ફટાકડા રાખવામાં આવ્યા હતા. જ્યારે આગની જ્વાળાઓ ત્યા સુધી પહોંચી તો તે પણ ફૂટવા માંડ્યા અને આગએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. બસમાં ઇમરજન્સી ગેટ નહોતો. આગળ એક જ ગેટ હતો. આગને કારણે વાયરો બળી ગયા અને તે ગેટ પણ લોક થઈ ગયો. બસમાં અગ્નિશામક સાધનો પણ નહોતા. બસની ગેલેરી સાંકડી હોવાથી મુસાફરો બહાર નીકળવાનો પ્રયાસ કરતી વખતે ફસાઈ ગયા.

 
બસની બારીઓના લેમિનેટેડ ગ્લાસ મુસાફરોથી તૂટ્યા નહી તે આગના તાપથી જ્યા સુધી ફુટે ત્યા સુધી તો મુસાફરો બળી ચુક્યા હતા. થોડાક જ મુસાફરો હતા જે લેમિનેટ્ડ ગ્લાસ તોડવામાં સફળ રહ્યા હતા  તેથી તેઓ બસમાંથી કુદી ગયા અને તેમનો જીવ બચી ગયો.  આખી બસમાંથી ફક્ત ચાર જ મુસાફરો બસમાંથી કુદવામાં સફળ રહ્યા. બસમાં ઈમરજેંસી સીટના સ્થાન પર પણ સીટ હતી. મુસાફરો જ્યારે બસમાં બળી રહ્યા હતા ત્યારે બૂમો પાડી રહ્યા હતા ત્યાર આસપાસના લોકો બહાર એકત્ર થઈ ગયા હતા પણ આગ એટલી વિકરાળ હતી કે કોઈની બસ સુધી પહોચવાની હિમ્મત ન થઈ.   
 
અનેક શબ સીટ સાથે ચોંટી ગયા 
સૂચના મળવા છતા ફાયર બ્રિગેડ 50 મિનિટ પછી પહોચી. જ્યારે કે બસ દુર્ઘટના જૈસલમેર શહેર થી માત્ર 9 કિલોમીટરના અંતર પર જ થઈ હતી. મિલિંટ્રી સ્ટેશનથી સેનાની ટીમ જેસીબી લઈને પહોચી અને દરવાજો તોડ્યો પ ણ ત્યા સુધી મોટી સંખ્યામાં મુસાફરો બળીને ખાક થઈ ગયા. અનેકની બોડી સીટ સાથે ચોંટીને રહી ગઈ. ઘાયલોને પહેલા જૈસલમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. પણ હોસ્પિટલમાં બર્નિંગ વોર્ડ અને સ્પેશ્યાલિસ્ટ ન હોવાને કારણે તેમને તત્કાલ 208 કિલોમીટર દૂર જોઘપુર રેફર કરવા પડ્યા. જોઘપુર પહોચતા સુધી કેટલાક ઘાયલોએ દમ તોડ્યો.  
 
16 ગંભીર ઘાયલોની જોઘપુરમાં સારવાર ચાલી રહી છે 
 ઘાયલોને ગ્રીન કોરિડોર દ્વારા એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવ્યા હોવા છતાં, જોધપુર સુધીના લાંબા અંતરને કારણે નોંધપાત્ર જાનમાલનું નુકસાન થયું હતું. આ અકસ્માતમાં કુલ 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા 16 લોકોની જોધપુરમાં સારવાર ચાલી રહી છે, પરંતુ તેઓ પણ 70% થી વધુ દાઝી ગયા છે. મૃતકોના મૃતદેહ જોધપુર લઈ જવામાં આવ્યા છે. મૃતદેહોની ઓળખ માટે ત્યાં ડીએનએ પરીક્ષણ કરવામાં આવશે. પીડિતોના પરિવારના સભ્યો અને સંબંધીઓ જોધપુર હોસ્પિટલમાં પહોંચવાનું ચાલુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જેસલમેરમાં બસ સવારી મોતના જાળમાં ફેરવાઈ! 20 મુસાફરો બળીને મૃત્યુ પામ્યા... પીએમઓએ વળતરની જાહેરાત કરી