Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શુ 'AAP' નો 'વિશ્વાસ' પાર્ટીમાંથી દૂર થશે, વિખરાશે પાર્ટી !!

આમ આદમી પાર્ટી
, બુધવાર, 3 મે 2017 (13:03 IST)
દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં મળી કરારી હાર પછી આમ આદમી પાર્ટી વિખેરવાના કગાર પર પહોંચી. પાર્ટીમાં કુમાર વિશ્વાસ પર મચેલી ખેંચતાણ પર નિર્ણય બુધવાર સુધી થઈ જશે. 
 
મંગળવારે 2 મે ના રોજ મોડા સુધી પાર્ટીના મોટા નેતાઓએ વિશ્વાસને મનાવવાનો પ્રયત્ન કર્યો. જ્યારબાદ વિશ્વાસ PACની બેઠકમાં ભાગ લેવા રાજી થઈ ગયા. 
 
પણ વિશ્વાસે આપ સામે કેટલીક શરત મુકી છે અને એવુ માનવામાં આવી રહ્યુ છે કે જો તેમની આ શરતને નજરઅંદાજ કરવામાં આવે તો તે પાર્ટીમાંથી અલગ થઈ શકે છે.  
 
કુમાર વિશ્વાસે પોતાની જે ત્રણ શરતની ચોખવટ કરી છે તે આ પ્રકારની છે 
 
#ભ્રષ્ટાચાર વિરુદ્ધ જીરો ટોલરેંસ 
#પાર્ટી કાર્યકર્તાઓને પ્રભાવિત કરનારા દરેક નિર્ણયમાં તેમના વિચાર લેવામાં આવે.  ફક્ત કેટલાક મોટા નેતા મળીને પરસ્પર કોઈ નિર્ણય ન કરે. 
#વી ધ નેશન વીડિયો માટે માફી નહી માંગે.  કોઈએ સીધે સીધુ વીડિયો પરત લેવાનુ નથી કહ્યુ પણ ઈશારા જરૂર કરવામાં આવ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખુલી ગયા કેદારનાથના દ્વાર, સૌ પહેલા PM મોદીએ કર્યા દર્શન