ભારતે થોમસ કપની ફાઈનલ મેચમાં ઈન્ડોનેશિયાને 3-0થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ભારતે આ ટુર્નામેન્ટ જીતનારી ટીમને 14 વખત હરાવ્યું છે. લક્ષ્ય સેન પ્રથમ અને સાત્વિક ચિરાગની જોડીએ બીજી મેચમાં ભારતને જીત અપાવી હતી.
આ પછી કિદામ્બી શ્રીકાંતે ત્રીજી મેચ જીતીને ભારતીય ટીમને પ્રથમ વખત થોમસ કપની ચેમ્પિયન બનાવી હતી. લક્ષ્ય સેને પ્રારંભિક મેચમાં ઇન્ડોનેશિયાના ડિફેન્ડિંગ ચેમ્પિયન એન્ટોની સિનિસુકાને 8-21, 21-17, 21-16થી હરાવ્યો હતો. બીજી મેચમાં પણ સાત્વિક ચિરાગની જોડીએ 18-21, 23-21, 21-19થી જીત મેળવી હતી. ત્રીજી મેચમાં શ્રીકાંતે ક્રિસ્ટીને 21-15, 23-21થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો.
ભારતે થૉમસ કપમાં ઇતિહાસ રચી દીધો છે.
ફાઇનલમાં કોઈ મૅચ હાર્યા વિના ભારતીય બૅડમિન્ટન ખેલાડીઓએ કપ મેળવ્યો છે. ભારતે ફાઇનલમાં ઇન્ડોનેશિયાને હરાવ્યું છે. ભારતે પ્રથમ વખત થૉમસ કપ જીત્યો છે.
ભારત પ્રથમ વખત થૉમસ કપના ફાઇનલમાં પહોંચ્યું હતું. અને ભારતનો સામનો ઇન્ડોનેશિયા સામે હતો જે 14 વખતની ચૅમ્પિયન ટીમ છે.
થૉમસ કપના ફાઇનલમાં ભારતને બમણી જીત મેળવી છે.
લક્ષ્ય સેનની જીત બાદ અત્યારે મેન્સ ડબલ્સની મૅચમાં સાત્વિકસાઇરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ ઇંડોનેશિયાના મોહમ્મદ અહસન અને કેવિન સંજયા સુકામુલિજોને હરાવ્યા છે.