baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાન સાથે તનાવ વચ્ચે ભારત કરી રહ્યુ 26 રાફેલ-M લડાકૂ વિમાનની ડીલ, અહી જાણો જેટની એક-એક ખૂબી

Rafel M
, સોમવાર, 28 એપ્રિલ 2025 (15:34 IST)
એક બાજુ ભારત પહેલગામ હુમલાના ગુનેગારો પર એક્શન લેવાની તૈયારી કરી રહ્યુ છે. આ સાથે જ ભારત પોતાના ડિફેંસ પાવર વધારવામાં લાગ્યુ છે. ભારત અને ફ્રાંસ વચ્ચે આજે સૌથી મોટી ડિફેંસ ડીલ થવા જઈ રહી છે.  ભારત-ફ્રાંસ પાસેથી 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કરશે. આ ડીલ લગભગ 63 હજાર કરોડની હશે. આ 26 રાફેલ મરીન લડાકૂ વિમાન ભારતીય નૌસેના માટે હશે. થોડા સમય પહેલા જ રક્ષા મામલાની કેબિનેટ કમિટીએ આ ડીલને મંજુરી આપી દીધી હતી. જેના હેઠળ ફ્રાંસ ભારતને 22 સિંગલ-સીટર અને 4 ટ્વિન સીટર રાફેલ આપશે.  
 
 
INS વિંક્રાત દ્વારા ઓપરેટ થશે આ વિમાન  
ખાસ વાત એ છે કે આજે રાફેલ લડાકૂ વિમાનનો જે કરાર થવા જઈ રહ્યો છે. એ ઈંડિયન નેવી માટે છે. બધા રાફેલ વિમાન INS વિક્રાંતથી ઓપરેટ થશે.   હાલ INS વિક્રાંત પર મિગ-29 ગોઠવાયેલ છે. રાફેલ મરીન પ્લેન મિગ-29 નુ સ્થાન લેશે.  આજે રાફેલ મરીન વિમાનના આજે, રાફેલ મરીન એરક્રાફ્ટ ફ્લીટના કેયર, લોજિસ્ટિક સપોર્ટ, કર્મચારીઓની તાલીમ અને સ્વદેશી ઉત્પાદન અંગે પણ એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. ભારતના આ સોદાથી પાકિસ્તાન ભય હેઠળ છે. કારણ કે પહેલગામ હુમલા પછી ભારતે અરબી સમુદ્રમાં INS વિક્રાંત તૈનાત કર્યું છે.
 
દુશ્મનોને કંપાવી રહ્યુ છે રાફેલ 
આ ફ્રાંસની સાથે ભારતના રાફેલને લઈને બીજો કરાર છે. અત્યાર સુધી ફ્રાંસ ભારતને 36 રાફેલ ફાઈટર જેટ પ્લેન આપી ચુક્યુ છે. જે ભારતની સરહદો પર પોતાની ગર્જનાથી દુશ્મનોમાં કંપારી પેદા કરી રહ્યો છે.  36 રાફેલ ફાઈટર પ્લેન એયરફોર્સમાં ગોઠવાયા છે અને એને માટે અંબાલા અને હાશિમારામા એયરફોર્સ બે સ્ક્વાડ્રન બનાવી ચુક્યુ છે.  હવે નવા રાફેલ સોદાની ડીલ થઈ રહી છે. જેના હેઠળ મલનારા બધા 26 રાફેલ પ્લેન ઈંડિયન નેવીને મળશે.  તેની ગોઠવણ INS વિક્રાંત પર હશે. જે INS વિક્રમાદિત્ય પછી ભારતનુ બીજુ વિમાન વાહક જહાજ છે. 
 
રાફેલ-એમની તાકાત
 
લંબાઈ- 15.27 મીટર
પહોળાઈ- 10.80  મીટર
ઊંચાઈ- 5.34 મીટર
વજન- 10,600 કિગ્રા
ઝડપ- 1,912 KM/H
રેન્જ- 3700  કિમી
ઉડવાની ઊંચાઈ - 50 હજાર ફૂટ
 
INS વિક્રાંત પરથી સ્કી જમ્પિંગ કરવા સક્ષમ
મર્યાદિત જગ્યામાં ઉતરાણ અને ઉડાન ભરવા માટે સક્ષમ
પરમાણુ હુમલો કરવા સક્ષમ
હવામાં ઇંધણ ભરવાની સુવિધા
 
 
રાફેલ એમમાં કઈ મિસાઈલો સ્થાપિત છે?
રાફેલ મરીન પાસે એવા પાંચ શસ્ત્રો છે જે દુશ્મનોના શ્વાસ થંભાવી દેશે. રાફેલ એમ માત્ર એન્ટી-શિપ મિસાઇલોથી જ સજ્જ નથી, પરંતુ જમીન અને હવામાં લક્ષ્યાંકિત મિસાઇલોથી પણ સજ્જ છે. રાફેલ મરીન સ્કેલ્પ મિસાઇલથી સજ્જ છે, જે લાંબા અંતરની ક્રુઝ મિસાઇલ છે. રાફેલ એમ મીટીયોર મિસાઇલથી સજ્જ છે જે લાંબા અંતરની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે. લેસર ગાઇડેડ બોમ્બ રાફેલની શક્તિમાં વધુ વધારો કરે છે. આ હેમર GPS થી પણ સજ્જ છે, જે GPS દ્વારા ચોક્કસ હુમલો કરવામાં સક્ષમ છે. રાફેલ એમ નોન-ગાઇડેડ ક્લાસિક બોમ્બથી પણ સજ્જ છે. આ પરંપરાગત ગ્રાઉન્ડ બોમ્બ છે.
 
નૌકાદળ અને વાયુસેનાના રાફેલ વચ્ચેનો તફાવત
રાફેલ મરીનમાં ફોલ્ડેબલ વિંગ્સ આપવામાં આવ્યા છે જે વાયુસેનાના રાફેલમાં નથી.
રાફેલ મરીનમાં બિલ્ટ-ઇન સીડીઓ છે જે એરક્રાફ્ટ કેરિયરના ડેકથી કોકપીટ સુધી સીધી પહોંચ આપે છે.
રાફેલ મરીન પાસે એરક્રાફ્ટ કેરિયર્સ પર આધારિત માઇક્રોવેવ લેન્ડિંગ સિસ્ટમ છે.
રાફેલ મરીનમાં એરક્રાફ્ટ કેરિયર પર ઉતરતી વખતે દબાણનો સામનો કરવા માટે મજબૂત અંડરકેરેજ પણ છે.
રાફેલ મરીન વાયુસેનાના રાફેલ કરતા થોડું ભારે છે કારણ કે તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.
રાફેલ મરીન ખાસ કરીને એરક્રાફ્ટ કેરિયર્સથી સંચાલન માટે બનાવવામાં આવ્યું છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારત સરકાર પોતાના નાગરિકોની રક્ષા કરવામા અસમર્થ.. શાહિદ અફરીદીનુ વિવાદિત નિવેદન, ઈન્ડિયન આર્મી પછી ભારત સરકાર પર મુક્યો આરોપ