INDIA Bloc march to EC office LIVE: દિલ્હીમાં આજે SIR અને મુખ્ય ચૂંટણી પ્રમુખ જ્ઞાનેશ કુમારના વિરોધમાં ઈંડિયા ગઠબંધનનુ માર્ચ શરૂ થઈ ગયુ છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિત ઓગણીસ પક્ષો આજે સંસદ અને ચૂંટણી પંચનો ઘેરાવ કરવા માટે નીકળ્યા હતા. જોકે, દિલ્હી પોલીસે સાંસદોને અટકાવ્યા હતા. ત્યારબાદ વિપક્ષી સાંસદોએ ધરણા પ્રદર્શન કર્યું હતું, જેમાં 100 થી વધુ સાંસદો ભાગ લીધો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી બેરિકેડ પર ચઢી ગયા હતા. વિપક્ષી સાંસદો પણ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.