રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવના 22 ઠેકાણાઓ પર આવકવેરા વિભાગે છાપા માર્યા છે. લાલૂ પરિવાર પર બેનામી સંપત્તિનો મામલો છે.
ઉલ્લેખનીય છે કે આ છાપામારી આવકવેરા વિભાગે સવારે 8.30 વાગ્યાથી કરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે બિહાર ભારતીય જનતા પાર્ટીના નેતા સુશીલ મોદીની ફરિયાદ પર આવકવેરા વિભાગે છાપામારી શરૂ કરી.
ઉલ્લેખનીય છે કે એમપી પ્રેમચંદ્ર ગુપ્તાના પુત્રોના ઘરે પણ છાપામારી થઈ છે. આ છાપામારી દિલ્હી અને ગુડગાવના 22 વિસ્તારો પર ચાલુ છે.
આ મામલે સુશીલ મોદીએ કહ્યુ, "પ્રેમચંદ્ર ગુપ્તાએ લાલૂને કરોડોની સંપત્તિ કેમ સોંપી હતી. તેમણે કહ્યુ "નીતીશ કુમારે જ કહ્યુ હતુ કે કેન્દ્રીય એજંસી કામ કરે."
ઉલ્લેખનીય છે કે લાલૂ પરિવાર પર 1000 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિનો મામલો છે.