Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બિહાર - પતિએ પોતાનો પ્રાઈવેટ પાર્ટ કાપીને મંદિરમાં ચઢાવ્યો, માત્ર 25 વર્ષ છે વય, પત્ની સાથે વિવાદ પછી ઉઠાવ્યુ પગલુ

Bihar
બિહારના રોહતાસમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પતિએ પોતાના ગુપ્તાંગ કાપીને મંદિરમાં ચઢાવી દીધુ. રિપોર્ટ મુજબ, પત્ની સાથેના વિવાદ બાદ પતિએ આ પગલું ભર્યું. પતિ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે હવે તેનામાં પુરુષત્વ રહેશે નહીં.
આ ઘટના રોહતાસના કુસડિહરા ગામમાં બની હતી. પત્ની સાથે ઉગ્ર દલીલ બાદ, 25 વર્ષીય પરિણીત યુવક ગામના એક શિવ મંદિરમાં ગયો અને પોતાનુ ગુપ્તાંગ કાપી નાખ્યુ અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે તેને બચાવી લો.  
 
તે ધારદાર હથિયારથી પોતાનું ગળું પણ કાપવા માંગતો હતો, પરંતુ અન્ય લોકોએ તેને જોઈ લીધો અને તેના પરિવારને જાણ કરી. યુવકને સાસારામની સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તે પોતાનુ ગુપ્તાંગ સંપૂર્ણપણે કાપી ચુક્યો હતો અને મંદિરમાં ચઢાવી ચુક્યો  હતો. 

 
તેને સાસારામ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી અને પછી વારાણસી રિફર કરવામાં આવ્યો. યુવકની ઓળખ વિકાસ કુમાર તરીકે થઈ છે. તેના ગુપ્તાંગ અને ગરદન પર ઊંડા ઘા હતા. જોકે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ યુવકનું વિચિત્ર વર્તન સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયું છે.
 

સાસારામ સિવિલ સર્જનનું નિવેદન
 

સાસારામ સિવિલ સર્જન ડૉ. મણિરાજ રંજને જણાવ્યું હતું કે યુવકે તેનું લિંગ સંપૂર્ણપણે કાપી નાખ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ પાછળ માનસિક કારણો હોઈ શકે છે. યોગ્ય સારવાર અને સંભાળ સાથે, તે આગામી દિવસોમાં સ્વસ્થ થઈ જશે, પરંતુ તે નપુંસક બની જશે. સિવિલ સર્જને જણાવ્યું હતું કે યુવાનમાં હવે પુરુષત્વ રહેશે નહીં. આ વિચિત્ર ઘટના હાલમાં વિસ્તારમાં વ્યાપકપણે ચર્ચાઈ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Punjab Blasts- ત્રણ કલાકમાં બે વિસ્ફોટોથી અમૃતસર અને જલંધરમાં ભયનો માહોલ છે. પંજાબમાં આતંક મચાવવાનું કાવતરું કોણ ઘડી રહ્યું છે?