કર્ણાટકમાં હિજાબને લઈને ચાલી રહેલા વિવાદ પર ગુરુવારે થયેલી પ્રથમ સુનાવણીમાં કર્ણાટક હાઈકોર્ટે શાળા અને કૉલેજોમાં હિજાબ પર વચગાળાનો પ્રતિબંધ લગાવવા કહ્યું છે, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટે કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ એનવી રમન્નાની બેન્ચે કહ્યું કે અમે આ અરજી પર યોગ્ય સમયે સુનાવણી કરીશું. આ સાથે કોર્ટે અરજી દાખલ કરનારાઓને આ મામલાને મોટા સ્તરે ન ફેલાવવાની સલાહ આપી છે. ચીફ જસ્ટિસ એનવી રમન્નાની બેન્ચે અરજદારોને કહ્યું કે તેને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અરજદારોએ આ મુદ્દે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, જ્યાં સોમવારે ફરી એકવાર સુનાવણી થવાની છે.
<
Supreme Court refuses to give an urgent hearing on plea challenging interim order of Karnataka High Court.#HijabRowpic.twitter.com/Yr9Qr7RCpO
— ANI (@ANI) February 11, 2022
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
કોર્ટે કહ્યું કે તે આ મામલે યોગ્ય સમયે સુનાવણી કરશે. કેસની સુનાવણી કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે કહ્યું, "અમે કર્ણાટકમાં શું થઈ રહ્યું છે તે જોઈ રહ્યા છીએ અને મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે." અરજદારોને સલાહ આપતાં કોર્ટે કહ્યું કે તેઓ આ બાબતને રાષ્ટ્રીય સ્તરનો મુદ્દો બનાવવાનું ટાળે.