તમિલનાડુના કુન્નુરમાં સેનાનુ હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર છે. એએનઆઈની રિપોર્ટ મુજબ ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ બિપિન રાવત પણ આ ચૌપરમાં હાજર હતા. તેમના ઉપરાંત તેમના પરિવારના સભ્યો પણ તેમા સવાર હતા. હાલ સેના તરફથી આ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. હેલિકોપ્ટર સવાર લોકોને બચાવવા માટે અભિયાન ચાલી રહ્યુ છે. આ ચૌપરમાં 5 લોકો સવાર હતા. જેમાથી 3 લોકોને હાલ રેસક્યુ કરવામાં આવ્યા છે. સમાચાર મુજબ એક લેક્ટર સીરીઝમાં ભાગ લેવા માટે બિપિન રાવત જઈ રહ્યા હતા.
<
Visuals from the army helicopter crash site near Coonoor in Tamil Nadu.
— Shilpa (@Shilpa1308) December 8, 2021
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
દુર્ઘટનાના વિઝ્યુઅલ પ્રકાશમાં આવ્યો છે, તેમાં હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યું છે અને તેમાં આગ લાગી છે. જનરલ બિપિન રાવતની સ્થિતિ વિશે હાલ કઈ પણ કહેવાઈ રહ્યું નથી. જનરલ બિપિન રાવત 31 ડિસેમ્બર 2016થી 31 ડિસેમ્બર 2019 સુધી સેનાના પ્રમુખ પદ રહ્યાં. તેમને 1 જાન્યુઆરી 2020ના રોજ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જવાબદારી મળી.
ન્યૂઝ એજન્સી ANI મુજબ હેલિકોપ્ટર સુલૂર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું. તેમા 14 ટોચના ધકારીઓ સવાર હતા. ઘટનાસ્થળે ડોક્ટરોની ટીમ રવાના થઈ ગઈ છ. સેનાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. 2 મૃતદેહો મળી આવ્યા છે. જે 80% સળગી ગયા છે. તેની ઓળખ કરાઈ રહી છે. અમુક મૃતદેહો પહાડ પરથી નીચે દેખાઈ રહ્યા છે.