એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર લખનૌમાં પોલીસે બે વ્યક્તિની મૉલમાં હનુમાનચાલીસાપાઠ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. આ મામલે હંગામો કરનાર 15 અન્યની પણ અટકાયત કરાઈ છે.
નોંધનીય છે કે આ મૉલમાં અજાણી વ્યક્તિઓના એક જૂથની થોડા દિવસ પહેલાં નમાજ પઢવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી
ઇમેજ કૅપ્શન,
નોંધનીય છે કે આ મૉલમાં અજાણી વ્યક્તિઓના એક જૂથની થોડા દિવસ પહેલાં નમાજ પઢવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી
આ વાતની ખરાઈ કરતાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (દક્ષિણ) ગોપાલકૃષ્ણ ચૌધરીએ કહ્યું કે, "બે લોકો મૉલમાં પ્રવેશ્યા અને જમીન પર બેસીને ધાર્મિક પ્રાર્થના કરવા લાગ્યા. મૉલના સિક્યૉરિટી સ્ટાફ દ્વારા તેમને પોલીસને સોંપવામાં આવ્યા, જે બાદ તેમની ધરપકડ કરાઈ."
આ બંનેની ધરપકડ બાદ જમણેરી જૂથના અન્ય કેટલાક સમર્થકોએ મૉલમાં પ્રવેશવાની કોશિશ કરી. જેમની પોલીસે અટકાયત કરી હતી.
નોંધનીય છે કે આ મૉલમાં અજાણી વ્યક્તિઓના એક જૂથની થોડા દિવસ પહેલાં નમાજ પઢવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. પોલીસે તેમની સામે IPC સેક્શન 153A (બે જૂથ વચ્ચે વેરભાવને પ્રોત્સાહન) અને 295A (ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની ઇરાદાપૂર્વકની કોશિશ) અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો.