રાહુલ ગાંધી અને અન્ય ઘણા કોંગ્રેસી નેતાઓ પછી, ટ્વિટરે હવે કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને લોક કરી દીધું છે. કોંગ્રેસે ગુરુવાર એટલે કે આજે આરોપ લગાવ્યો છે કે ટ્વિટરે પાર્ટીના સત્તાવાર હેન્ડલ @INCIndia ને લોક કરી દીધું છે. માનવામાં આવે છે કે ટ્વિટરે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયા કંપનીએ અગાઉ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ સામે પણ આવી જ કાર્યવાહી કરી છે.
દિલ્હીમાં એક નવ વર્ષની બાળકીની સાથે કથિત બળાત્કાર બાદ હત્યાના કેસ બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતની તસવીર રાહુલ ગાંધીએ ટ્વીટર પર શેર કરી હતી. જે બાદ રાહુલ ગાંધીનુ એકાઉન્ટ પહેલા સસ્પેન્ડ થયુ અને બાદમાં લોક કરી દીધુ.