અહીના માનસરોવરમાં એક ખાનગી કોલેજમાં 16 વર્ષની સ્ટુડેંટ અદિતિ સાંધીનુ છઠ્ઠા માળેથી નીચે પટકાતા મોત થઈ ગયુ છે. દુર્ઘટના એ સમયે થઈ જ્યારે કોલેજમાં રોપ ક્લાઈમ્બિંગની ટ્રેનિંગ ચાલી રહી હતી. અદિતિ પણ આ ટ્રેનિંગમાં સામેલ હતી. વિક્ટિમના પિતા જ રોપ ક્લાઈમ્બિંગની ટ્રેનિંગ આપી રહ્યા હતા. આ દરમિયાન તે છત પરથી પડી ગઈ. કેટલાક લોકો વીડિયો પણ શૂટ કરી રહ્યા હતા.
- પોલીસના મુજબ દુર્ઘટનાના સમયે અગાશી પર લગભગ 25થી 26 લોક હતા. ત્યારે અચાનક અદિતિનુ બેલેંસ બગડી ગયુ અને તે છત પરથી નીચે પડી ગઈ. અદિતિ આ જ કોલેજમાં બીસીએ સેકંડ ઈયરમાં અભ્યાસ કરી રહી હતી. જયપુરના બાપૂનગરમાં રહેતી હતી. મોડી સાંજે અદિતિના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
- પોલીસે જણાવ્યુ કે અદિતિના પિતા અને અગાશી પર ઉભા લોકો સાથે ઈંવેસ્ટિગેશન થયા પછી સમગ્ર મામલાની જાણ થશે.
એ સમયે શુ થયુ હતુ ?
- આ ઘટનાઓ એક વીડિયો સામે આવ્યો છે. તેમા એક લાકડી દોરડાના સહારે નીચેની બાજુ આવે છે. થોડીક જ સેકંડ પછી અદિતિ છતની બાઉંડ્રી પર બેસવાની કોશિશ કરે છે. ત્યારે તેનુ બેલેંસ બગડે છે અને તે નીચેની તરફ પડી જાય છે. પડતી વખતે અદિતિ એક હાથથી એ દોરડીને પકડવાનો પ્રયત્ન કરે છે જેના દ્વારા રોપ ક્લાઈમ્બિંગ શીખવાડમાં આવી રહી છે. એ તેને પકડવામાં નિષ્ફળ રહે છે. અને નીચે પડી જાય છે.