Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

પીએમ મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવેલા ગરવી ગુજરાત ભવનની વિશેષતાઓ

પીએમ મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવેલા ગરવી ગુજરાત ભવનની વિશેષતાઓ
, મંગળવાર, 3 સપ્ટેમ્બર 2019 (11:27 IST)
- 7066 ચોરસ મીટરનાં વિશાળ વિસ્તારમાં માત્ર બે વર્ષથી પણ ઓછા સમયગાળામાં રૂ. 128 કરોડના ખર્ચે તૈયાર થયું ગરવી ગુજરાત ભવન.
- 25મી સપ્ટેમ્બર, 2017માં મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું. 2જી સપ્ટેમ્બર, 2019 પ્રધાનમંત્રીના હસ્તે ઉદઘાટન થયું.
- આશરે 20323 સ્ક્વેર મીટરમાં સાત માળ અને બે બેઝમેન્ટની સુવિધા ધરાવતું નવીન ભવન.
- 79 રૂમ, વીઆઈપી લોન્જ, 200 વ્યક્તિઓની ક્ષમતા ધરાવતો મલ્ટીપર્પઝ હોલ તથા બિઝનેસ સેન્ટર, સોવેનિયર શોપ સાથે અલ્ટ્રા મોર્ડન ટેકનોલોજી અને ઇકો ફ્રેન્ડલી ભવન વરસાદી પાણીના સંચયની આગવી સુવિધા.
- સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા સોલિડ વેસ્ટ જનરેશન, ઈ-વેસ્ટ જનરેશન, હેઝાર્ડસ વેસ્ટ જનરેશન અને સ્લજ જનરેશનનાં નીકાલની સુવિધાથી સજજ ભવન.
- સૌર ઊર્જા ઉત્પાદન પ્લાન્ટ અને ચીલિંગ પ્લાન્ટથી સૂર્ય શક્તિ ઉર્જાનો વિનિયોગ કરતું ગરવી ગુજરાત ભવન.
- કચ્છથી ડાંગ સુધીના સમગ્ર ગુજરાતના  વિવિધ પ્રાંતની  લોકકલા, કચ્છી આર્ટવર્ક, ડાંગના વાર્લી પેઈન્ટીંગ્સ, મોઢેરા સૂર્યમંદિરની ઝાંખી સહિત સુવિખ્યાત સાંસ્કૃતિક-કલા કસબની નમૂનેદાર પ્રસ્તુતિ ભવનમાં નિહાળી શકાશે.
- ગુજરાતની હસ્તકલા કારીગરીની ચીજ વસ્તુઓ ભવનના શોપ સોવેનીયરમાંથી દિલ્હીવાસીઓને વેચાણથી મળતી થશે.
- દિલ્હીવાસીઓને આ નવા ગરવી ગુજરાત ભવનમાં પરંપરાગત ગુજરાતી સ્વાદિષ્ટ  વ્યંજન ખાનપાનનો રસાસ્વાદ પણ માણવા મળશે.
- નવી દિલ્હીમાં સંસદ ભવન અને વિવિધ મંત્રાલયો  નજીક પ્રાઇમ લોકેશન પર સ્થિત નવું ગરવી ગુજરાત ભવન પારંપરિક અને આધુનિક સ્થાપત્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
- આ સદન ઈન્વેસ્ટર્સ મીટ અને અન્ય બેઠકો માટેનું સેવાકેન્દ્ર બની, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધું વ્યાપક અને સરળ બનાવશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાત ભવન દેશની રાજધાનીમાં ગુજરાતની એક ઓળખ બનશે, પહેલું ઇકોફ્રેન્ડલી ભવન નિર્માણ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય