Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હૈદરાબાદમાં ભંગારના વેરહાઉસમાં લાગી ભીષણ આગ, 11 પરપ્રાંતિય મજૂરો જીવતા બળી ગયા

Fire breaks out in scrap warehouse in Hyderabad
, બુધવાર, 23 માર્ચ 2022 (09:09 IST)
હૈદરાબાદના ભોઇગુડામાં બુધવારે વહેલી સવારે લોખંડ અને પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 11 કામદારો જીવતા સળગી ગયા હતા. તમને જણાવી દઈએ કે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં 11 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને એવું માનવામાં આવે છે કે તે તમામ બિહારના પ્રવાસી મજૂરો છે.
 
મુશીરાબાદ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સિકંદરાદ રેલ્વે સ્ટેશન નજીક રહેણાંક કોલોનીના ગીચ વસ્તીવાળા ભોઇગુડા વિસ્તારમાં IDH કોલોનીમાં ગોડાઉનના ઉપરના માળે લગભગ 13 કામદારો સૂતા હતા ત્યારે સવારે 4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી.
 
તેમણે કહ્યું, “પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. વધુ તપાસ ચાલુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Petrol Price today:પેટ્રોલ-ડીઝલને સતત બીજા દિવસે મોંઘવારીનો કરંટ, ઘરની બહાર નીકળતા પહેલા ચેક કરો નવા દર