UP News: લખીમપુર ખેરી જિલ્લાના ઇસાનગર વિસ્તારમાં બુધવારે સવારે ટ્રક અને ખાનગી બસ વચ્ચેની ભયાનક અથડામણમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે અને 14 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘાયલોની યોગ્ય સારવાર માટે સૂચના આપી છે. નાયબ પોલીસ અધિક્ષક પ્રિતમ પાલ સિંહે જણાવ્યું કે ધૌરહરાથી લખનૌ તરફ મુસાફરોને લઈ જઈ રહેલી એક ખાનગી બસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 730 પર આવેલા ઈરા પુલ પર વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા. મૃત્યુઆંક વધવાની પણ આશંકા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખેરી જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતમાં જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સારવાર માટે સૂચના આપી છે. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના. ડીએમ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને વહેલી તકે ઘટનાસ્થળે પહોંચવા સૂચના સાથે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય માટે આદેશ આપવામાં આવ્યા છે