મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ ખેડૂતોએ એકવાર ફરી મોરચો ખોલ્યો છે. દુકાળ માટે વળતર અને આદિવાસીઓને વન્ય અધિકાર સોંપવાની માંગને લઈને હજારો ખેડૂતો 2 દિવસીય પ્રદર્શન કરી રહ્યા છે. બુધવારે ઠાણેથી શરૂ થયેલ ખેડૂતોનુ માર્ચ આજે મુંબઈના આઝાદ મેદાન પહોંચી રહ્યુ છે.
30 હજાર ખેડૂતોએ લીધો ભાગ
મૈગસેસે પુરસ્કારથી સન્માનિત અને ભારતના જળ પુરૂષના નામથી મશહૂર ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પણ આ માર્ચમાં સામેલ છે. 30 હજાર ખેડૂતોએ બુધવારે બપોરે પદયાત્રા શરૂ કરી. માર્ચમાં સામેલ એક નેતાએ જણાવ્યુ કે તેઓ આઝાદ મેદાન પહોંચ્યા પછી અને ફરી તે વિધાનભવન પાસે પ્રદર્શન કરશે. વિધાનભવનમાં હજુ રાજ્ય વિધાનસભાનુ સત્ર ચાલી રહ્યુ છે. માર્ચમાં ભાગ લેનારાઓમાં મોટાભાગના લોકો ઠાણે ભુસાવળ અને મરાઠવાડા ક્ષેત્રના છે.
8 મહિના પહેલા પણ થયુ હતુ ખેડૂત આંદોલન
પ્રદર્શનનુ આયોજન કરી રહેલ લોક સંઘર્ષ મોરચાની મહાસચિવ પ્રતિભા શિંદેએ કહ્યુ કે અમે રાજ્ય સરકારને સતત કહ્યુ કે તેઓ લાંબા સમયથી ચાલી આવતી અમારી માંગોને પુરી કરે પણ પ્રતિક્રિયા ઉદાસીન રહી છે. તેમણે કહ્યુ કે અમે લોકો આ વાતનો વધુથી વધુ ખ્યાલ રાખી રહ્યા છે કે મુંબઈના લોકોને કોઈ પરેશાની ન થાય. આ વર્ષે માર્ચમાં વામ સંબધ્ધ ઓલ ઈંડિયા ખેડૂત સભાના નેતૃતમાં હજારો ખેડૂતોએ પોતાની માંગોને લઈને 180 કિલોમીટર લાંબા માર્ચમાં ભાગ લીધો હતો.
શુ છે મામલો
ખેડૂત સ્વામીનાથન રિપોર્ટને લાગૂ કરવાની માંગ કરી રહ્યા છે. સ્વામીનાથન રિપોર્ટમાં આ ભલામણ કરવામાં આવી છે કે જમીન અને પાણી જેવા સંસાધનો સુધી ખેડૂતોની નિશ્ચિત રૂપે પહોંચ અને નિયંત્રણ હોવુ જોઈએ. તેઓ ન્યૂનતમ સમર્થન મૂલ્ય વધારવા અને તેને લાગૂ કરવા માટે ન્યાયિક તંત્રની પણ માંગ કરી રહ્યા છે. આ ખેડૂત કૃષિ સકટના ઉકેલ માટે સંઘર્ષ કરી રહ્યા છે અને રાજ્યમાં ભાજપા નીત સરકાર દ્વારા ગયા વર્ષે જાહેર કર્જ માફી પેકેજને યોગ્ય રીતે લગૂ કરવા, ખેડૂતો માટે ભૂમિ અધિકાર અને ખેતીહર મજૂરો માટે વળતરની માંગ કરી રહ્યા છે.