દેશ વિદેશમાં જાણીતા કથાવાચાક રાજેશ્વરાનંદ ઉર્ફ રાજેશ રામાયણીનુ હ્રદયગતિ રોકાઈ જવાથી નિધન થઈ ગયુ. તેઓ રાયપુર છત્તીસગઢમાં રામ કથા પ્રવચન કરવા ગયા હતા. સમાચાર ફેલાતા જ રામાયણી ગામથી લઈને સમગ્ર જાલૌન જનપદમાં શૌકની લહેર દોડી ગઈ. જીલ્લાના સાંસદ, ધારાસભ્ય અને અધિકારી અને બધા દળોના જીલ્લાધ્યક્ષ તેમના ઘરે પહોંચવા લાગ્યા છે. રામયણી પોતાને સંગીતમયી રામકથા માટે વિદેશોમાં પણ જાણેતા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ રામાયણી અને તેમની રામ કથાથી ખૂબ પ્રભાવિત હતા. પરિવારના નિકટના લોકો મુજબ રામાયણીનો અંતિમ સંસ્કાર શુક્રવારે તેમના પૈતૃક ગામમાં જ કરવામાં આવશે.
એટ ન્યાય પંચાયતના પચોખરા નિવાસી રાજેશ રામાયણીનો જન્મ 22 સપ્ટેમ્બર 1955માં થયો હતો. તેમનો શરૂઆતનો અભ્યાસ 1967મા ગામના જ નેહરુ જૂનિયર હાઈસ્કૂલમાં થયો. અભ્યાસ દરમિયાન પણ તેઓ કક્ષામાં પોતાના મધુર અવાજમાં ચૌપાઈઓ સંભળાવતા હતા. જેનાથી ગામના લોકો અને શિક્ષક નવાઈ પામતા હતા. રામાયણમાં રૂચિ રાખવાને કારાણે સ્નાતકનો અભ્યાસ ગ્રહણ કર્યા પછી પોતાના ગુરૂ સ્વામી અવિનાશી રામ સાથે જઈને તેમની કથામાં સહયોગ કરવા લાગ્યા. યુવાવસ્થામાં તેમના મુખેથી રામકથા સાંભળીને લોકો ખુદને ખૂબ આનંદિત અનુભવ કરતા હતા. અનેક મોટા વ્યવસાઈ ઘરોએ તેમને પોતાના ગુરૂ માન્યા. જ્યારબાદ તેમની રામકથા દેશથી લઈને વિદેશ સુધી પહોંચવા લાગી.
રામાયણીના નિમંત્રણ પર જ ભજન ગાયક વિનોદ અગ્રવાલ અને અનૂપ જલોટાએ પણ તેમના ગામમાં ભજન સંધ્યા પ્રસ્તુત કરી છે. રામકથા મર્મજ્ઞ મોરારી બાપૂ પણ રામાયણીના મુખથી નીકળનારે રામકથાને ખૂબ પસંદ કરતા હતા. પરિવારના નિકટના લોકોનુ માનીએ તો બાપૂ તો તેમને પોતાનો નાનો ભાઈ માનતા હતા. નિધનના સમાચાર પર બાપૂએ પણ તેમના ગામ પત્ર મોકલીને શોક વ્યક્ત કર્યો. એવુ કહેવાય છે કે જ્યારે તે કથા સંભળાવવા મંચ પર બેસતા હતા તો હનુમાનજીની તેમના પર એવી કૃપા વરસતી હતી કે તેમન મુખેથી નીકળનારી રામકથા ભક્તોને આનંદિત કરી દેતી હતી.