Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

દિલ્હી એનસીઆરમાં ભૂકંપના ઝટકા, પાકિસ્તાનના લાહોર પાસે હતુ કેન્દ્ર

દિલ્હી એનસીઆરમાં ભૂકંપના ઝટકા, પાકિસ્તાનના લાહોર પાસે હતુ કેન્દ્ર
નવી દિલ્હી , મંગળવાર, 24 સપ્ટેમ્બર 2019 (16:59 IST)
દિલ્હી એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. તેના વધુ જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપ આવ્યો છે. ઈએમએસસીના  મુજબ ભૂકંપ 6.1ની તીવ્રતાનો હતો. જેનુ કેન્દ્ર પાકિસ્તાનના રાવલપિંડી પાસે બતાવાય રહ્યુ છે.  બીજી બાજુ ભૂકંપનનુ કેન્દ્ર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મીરપુરમાં તબાહી સર્જાઈ છે. 
 
મંગળવારે સાંજે સાઢા ચાર વાગ્યા પછી હરિયાણા, પંજાબ, દિલ્હી, કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં અનુભવ કરાયા. ટીવી રિપોર્ટ્સ મુજબ ભૂકંપનુ કેન્દ્દ્ર પાકિસ્તાનના લાહોરથી 173 કિલોમીટર દૂર બતાવાઅયા છે. જેના ઝટકા દિલ્હી સુધી અનુભવાયા.  અત્યાર સુધી જે સૂચના સામે આવી છે તેમા ભૂકંપને અનુભવ કરનારા શહેરોમાં હરિયાણાનુ પાણીપત, દિલ્હી, એનસીઆર અને ચંડીગઢ, પંજાબમાં જાલંધર વગેરે શહેરોનો સમાવેશ છે. જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપનો અનુભવ થયો. 
 
ઉલ્લેખનીય છે કે જેટલા વધુ રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવે છે એટલુ જ વધુ કંપન અનુભવ થાય છે. જેવુ કે 2.9 રિક્ટર  સ્કેલ પર ભૂકંપ આવતા સાધારણ કંપન થાય છે. બીજી બાજુ 7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવતા ઈમારતો પડી જાય છે. ભૂકંપ દરમિયાન જમીનના કંપનના અધિકતમ આયામ અને કોઈ આર્બિટ્રેરી નાના આયામના સરેરાશના સાધારણ ગણિતને રિક્ટર માપદંડ કહે છે. રિક્ટર માપદંડનુ પુરૂ નામ રિક્ટર પરિણામ પરીક્ષણ માપદંડ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રવિન્દ્રનાથ ટૈગોરની બહેનની દિકરી સાથે થયો હતો ગાંધીને પ્રેમ, માનતા હતા "આધ્યાત્મિક પત્ની"