Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભક્તએ ભગવાન સાથે કર્યો દગો, દાનમાં આપ્યો 100 કરોડનો ચેક, બેંક એકાઉંટમાં હતા 22 રૂપિયા

simhachalam
વિશાખાપટ્ટનમ (Visakhapatnam) , શુક્રવાર, 25 ઑગસ્ટ 2023 (13:48 IST)
simhachalam
 દક્ષિણ ભારત (South India) ના મંદિરોને ખૂબ દાન મળે છે. જો કે કેટલાક ભક્તોએ ભગવાનને પણ દગો કરુયો છે. મંદિરના દાનપાત્ર માં એક ભક્તએ 100 કરોડનો ચેક નાખી દીધો. જ્યારે મંદિર પ્રબંધક ચેકને કેશ કરાવવા બેંક સાથે સંપર્ક કર્યો તો એકાઉંટમાં ફક્ત 22 રૂપિયા હતા.  આ પહેલો મમલો નથી. કેટલાક ખાતામાં 17 રૂપિયા પણ મળ્યા છે. તાજી ઘટના વિશાખાપટ્ટનમની છે. સિમ્હાચલમ દેવસ્થાનના અધિકારીઓને એ સમયે આશ્ચર્ય થયુ જ્યારે તેમને બુધવારે હુંડી સંગ્રહની ગણતરી દરમિયાન દાન કરવામાં આવેલ 100 કરોડનો ચેક મળ્યો.  
 
કોર્પોરેટ બેંક ચેક પર બોડડેપલ્લી રાધાકૃષ્ણના હસ્તાક્ષર છે. અધિકારીઓએ ચેક મંદિરના એક્ઝિક્યુટિવ ઓફિસર (ઇઓ) ત્રિનાધા રાવ પાસે લીધો. ત્રિનાધા રાવે કહ્યું, “આંકડો અને શબ્દોમાં રકમ સાચી છે. એક નાનો સુધારો છે. જો ચેક કેશ થઈ જાય તો આપણે  ખૂબ નસીબદાર હોઈશું." તેમણે કહ્યું કે ચેક મંદિરની બેંક શાખામાં મોકલી દેવામાં આવ્યો.
 
મંદિરના સૂત્રોએ કહ્યુ કે ભક્તના બેંક ખાતાના વેરિફિકેશનથી જાણ થઈ કે રાધાકૃષ્ણના ખાતામાં ફક્ત 22 રૂપિયા હતા. જો કે તેમનો એડ્રેસ ન મળી શક્યો. સિમ્હાચલમ ઈઓએ કહ્યુ, આ મંદિર માટે કોઈ નવી વાત નથી. પહેલા પણ ભક્તો દ્વારા ફેંસી રકમનો ચેક હુંડીમાં નાખવામાં આવ્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટમાં ડેન્ગ્યૂએ ચાર વર્ષની બાળકીનો ભોગ લીધો, પિતાએ દીકરીની આંખોનું દાન કર્યું