Publish Date: Tue, 03 Oct 2023 (15:25 IST)
Updated Date: Tue, 03 Oct 2023 (15:27 IST)
Delhi-NCR Earthquake: નેપાળમાં આવેલા ભૂકંપ બાદ મંગળવારે બપોરે દિલ્હી-NCR અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં જોરદાર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં 10 કિલોમીટરની ઊંડાઈએ 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નુકસાન અથવા જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલો નથી. આંચકા લગભગ એક મિનિટ સુધી રહ્યા હતા. બપોરે 2.50 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
દિલ્હી-NCR અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં બપોરે 2.50 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા