આરૂષિ અને હેમરાજ હત્યાકાંડ મામલે મુક્ત થયા પછી રાજેશ અને નુપુર તલવાર સોમવારે ગાજિયાબાદની ડાસના જેલમાંથી બહાર આવી શકે છે. સીબીઆઈ કોર્ટ દ્વારા આજીવન જેલની સજા સંભળાવ્યા પછી રાજેશ અને નુપુર 2013ના રોજ ડાસના જેલમાં બંધ છે. જો કે રાજેશ અને નુપુર તલવારે 15 દિવસના અંતરમાં ગાજિયાબાદની ડાસના જઈને એ દર્દીઓને જોશે જે દાંતની સમસ્યાથી પીડિત છે.
આરુષિ-હેમરાજ હત્યાકાંડમાં ડાસના જેલમાં બંધ તલવાર દંપતી સોમવારે મુક્ત થયા તો અમૃતસર જશે. ત્યા સુવર્ણ મંદિરમાં માથુ ટેક્યા પછી તે પોતાના જીવનની નવી શરૂઆત કરશે. મંગળવારે બંને અમૃતસર માટે રવાના થશે. ત્યારબાદ તેઓ પોતાના ભાઈને ત્યા દિલ્હીમાં રહેશે અને એક મકાન ભાડેથી લઈને પોતાના નવા ક્લિનીકની શરૂઆત કરશે. તે દરેક મહિને ડાસના જેલની વિઝિટ કરશે. અમૃતસર જવાની વાત વિશે તેમણે જેલ અધિકારી સાથે પણ ચર્ચા કરી છે.
આરુષિ-હેમરાજ મર્ડર કેસમાં ઈલાહાબાદ હાઈકોર્ટમાંથી મુક્ત થયેલા નૂપુર અને રાજેશ તલવારને આજે ડાસના જેલમાંથી મુક્ત કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે ગુરૂવારે (12 ઓક્ટોબર)ના રોજ તલ્વાર દંપતીને એવુ કહીને મુક્ત કર્યા કે પરિસ્થિતિ અને પુરાવા તેમને દોષી સાબિત કરવા માટે પર્યાપ્ત નથી.