Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Cow gets Rajmata - મહારાષ્ટ્રમાં ગાય બની 'રાજમાતા', વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે લીધો મોટો નિર્ણય

Cow gets Rajmata -  મહારાષ્ટ્રમાં ગાય બની 'રાજમાતા', વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે લીધો મોટો નિર્ણય
, સોમવાર, 30 સપ્ટેમ્બર 2024 (16:49 IST)
Cow gets Rajmata status in Maharashtra: મહારાષ્ટ્રમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યની એકનાથ શિંદે સરકારે એક મોટું પગલું ભર્યું છે. શિંદે સરકારે સોમવારે કેબિનેટની બેઠક યોજીને ગાયને રાજમાતાનો દરજ્જો આપ્યો હતો. માનવામાં આવે છે કે આ પગલા દ્વારા શિંદે સરકાર હિન્દુત્વની પીચ પર ચૂંટણી લડવા જઈ રહી છે. હવે આ દાવ કેટલી સારી રીતે કામ કરશે તે તો સમય જ કહેશે.
 
મહારાષ્ટ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર વૈદિક કાળથી ભારતીય સંસ્કૃતિમાં દેશી ગાયનું સ્થાન અને માનવ આહારમાં તેના દૂધની ઉપયોગીતા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આયુર્વેદ ચિકિત્સા, પંચગવ્ય ઉપચાર પદ્ધતિ અને સજીવ ખેતી પદ્ધતિમાં ગાયના છાણ અને મૂત્રનું મહત્ત્વનું સ્થાન છે. તેને ધ્યાનમાં રાખીને હવેથી દેશી ગાયોને “રાજ્યમાતા ગોમાતા” તરીકે જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

1 ઓક્ટોબરથી બદલી રહ્યા છે આ 7 જરૂરી નિયમ, તમારા ખિસ્સા પર પડશે સીધો અસર