કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની આશંકાને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજીવ ભૂષણ અને નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડો.વી.કે.પૌલ સાથે મુખ્ય સચિવો અને રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ય અધિકારીઓએ હાજરી આપી હતી..
રાજીવ ગૌબાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક દિવસ પહેલા કોરોનાની રસીના 2.5 કરોડથી વધુ ડોઝ આપવાની ઐતિહાસિક સિદ્ધિ માટે અભિનંદન આપ્યા હતા. તેમણે આરોગ્ય કર્મચારીઓ, મુખ્ય તબીબી અધિકારીઓ, જિલ્લા મેજિસ્ટ્રેટ અને રાજ્ય આરોગ્ય સચિવોને તેમના પ્રયાસો માટે અભિનંદન આપ્યા અને આશા વ્યક્ત કરી કે ડોઝની ઉપલબ્ધતા વધશે અને રસીકરણની આ ગતિ ચાલુ રહેશે. રાજીવ ગૌબાએ રાજ્યોને કોરોના પ્રોટોકોલ લાગુ કરવાની સૂચના પણ આપી હતી.
તેમણે અન્ય દેશોનું ઉદાહરણ પણ આપ્યું જ્યાં અનેકવાર કોરોનાની પિક પણ આવી અને કેટલાક વિસ્તારોને લઈને ચિંતાની વ્યક્ત કરી જ્યાં ટેસ્ટ પોઝિટિવિટી વધારે આવી રહી છે. કેબિનેટ સેક્રેટરીએ રાજ્યોના હેલ્થ એડમિનિસ્ટ્રેટર્સને તેનુ ઝીણવટાઈથી વિશ્લેષણ કરવા અને પોતાના બુનિયાદી સ્વાસ્થ્ય માળખાને સુધારવા કરવા ઉપરાંત જરૂરી દવાઓ સ્ટોક કરવા માટે કહ્યુ,. તેમણે એમ પણ કહ્યું કે કોરોનાના કેસોમાં સંભવિત ઉછાળાને પહોંચી વળવા માટે વહેલામાં વહેલી તકે માનવ સંસાધનો વધારવા જોઈએ.