Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

તો કોંગ્રેસના ટિકિટ પર ભોપાલથી ચૂંટણી લડશે કરીના કપૂર ખાન ?

તો કોંગ્રેસના ટિકિટ પર ભોપાલથી ચૂંટણી લડશે કરીના કપૂર ખાન ?
, સોમવાર, 21 જાન્યુઆરી 2019 (13:15 IST)
તાજેતરમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી સફળતા પછી પાર્ટીના નેતાઓએ મધ્ય પ્રદેશમાં નવી માંગ મુકી છે. તેમનુ કહેવુ છે કે પાર્ટીના ટિકિટ પર કરીના કપૂરને ભોપાલથી લોકસભાની ચૂંટણી લડવાની તક આપવી જોઈએ. 
 
રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસ નેતા ગુડ્ડુ ચૌહાણ અને અનીસ ખાને આ માંગ મુકી છે. તેમનુ કહેવુ છે કે આવુ કરવાથી શહેરમાંથી બીજેપીની સીટ મેળવી શકાય છે.   કારણ કે અહી બીજેપી મજબૂત સ્થિતિમાં છે. ઉલ લેખનીય છે કે લાંબા સમયથી ભોપાલની જનતા બીજેપીના કૈડિડેટને પસંદ કરી રહી છે. 
 
ગુડ્ડુ ચૌહાણ અને અનીસ ખાનનુ કહેવુ છે કે યુવાઓ વચ્ચે કરીના કપૂરની સારી ફોલોઈંગ છે તેથી તેમને ભોપાલમાં લોકસભાની સીટ પર ઉભા રાખવા જોઈએ. યુવાઓ તેમને વોટ જરૂર આપશે. 
 
રિપોર્ટ્સનુ માનીએ તો તેમણે એ પણ કહ્યુ કે મંસૂર અલી ખાન પટૌદીની વહુ હોવુ પણ કરીનાના ફેવરમાં કામ કરશે. સૈફ અલી ખાનના પિતા મંસૂર અલી ખાનનો જન્મ ભોપાલમાં થયો હતો. તેમના પિતા ભોપાલના નવાબ હતા. 
 
પટૌદી ફેમિલી સાથે શહેર સારી રીતે જોડાયેલુ છે. કરીના કપૂર, સૈફ અલી ખાન શર્મિલા ટૈગોર અને સોહા અલી ખાન અનેકવાર ભોપાલ આવી ચુક્યા છે. 
 
બને કોંગ્રેસ નેતાઓને લાગે છે કે જો કરીના પાર્ટીના ટિકિટ પર ચૂંટણી લડવા મેદાનમાં ઉતરશે તો આ બધી વસ્તુઓ કોંગ્રેસ માટે વોટમાં ફેરવાશે. ચૌહાણ અને ખાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ સાથે મળીને આ અંગે ચર્ચા કરશે. 
 
ઉલ્લેખનીય છે કે 1991માં ભોપાલથી મંસૂર અલી ખાને ચૂંટણી લડી હતી પણ તેમને બીજેપીના સુશીલ ચંદ્ર વર્માએ 1 લાખથી વધુ વોટોથી હરાવ્યા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાર્દિક પટેલ પોતાની મિત્ર સાથે લગ્નગ્રંથીમાં બંધાશે