Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ચાર વર્ષમાં મોદી સરકારની પહેલી અગ્નિપરીક્ષા, BJP એ બનાવ્યો આ પ્લાન

ચાર વર્ષમાં મોદી સરકારની પહેલી અગ્નિપરીક્ષા, BJP એ બનાવ્યો આ પ્લાન
નવી દિલ્હી. , ગુરુવાર, 19 જુલાઈ 2018 (13:06 IST)
 સંસદનુ મોનસૂન સત્ર શરૂ થઈ ગયુ છે. મોદી સરકાર મોનસૂન સત્ર દરમિયાન થનારી 18 સીટિંગમાં વધુથી વધુ બીલ પાસ કરાવવા માંગે છે. એજંડામાં 46 બીલ રજુ કરવાની તૈયારી હતી પણ સત્ર ના પહેલા જ દિવસે મોદી સરકાર વિરુદ્ધ પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો. જેને સ્પીકર સુમિત્રા મહાજને સ્વીકાર કરી લીધો. સરકારના 4 વર્ષના કાર્યકાળમાં આ પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ છે.  2019 પહેલા વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યુક હ્હે. જો કે નંબર ગેમના મામલે સરકારને કોઈ ખતરો નથી. આવામાં આ અવિશ્વાસ પ્રસ્તાવ સરકાર વિરુદ્ધ માત્ર એક સાંકેતિક વિરોધ સાબિત થશે. 
 
સંસદમાં ટીડીપી પર ફરી હંગામો પછી વિપક્ષ તરફથી અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ. પણ સ્પીકરે આ સત્રને અગાઉના સત્ર જેવુ થવાથી બચાવી લીધુ. તેમણે વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર કરી લીધો. હવે 20 જુલાઈ મતલબ શુક્રવારે તેના પર થશે ચર્ચા પછી વોટિંગ. લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને આ અંગેની જાહેરાત કરતા કહ્યુ કે ચર્ચા માટ એ 7 કલાક આપવામાં આવ્યા છે. 
 
દેખીતુ છે કે સરકારને પણ આરપારની આ રમત વધુ ઠીક લાગી. અવિશ્વાસ પ્રસ્તાવનો સામન કરવો તેને માટે મુશ્કેલ નથી. લોકસભામાં વાઈએસઆર કોંગ્રેસના 5 સાંસદોનુ રાજીનમૌ પછી કુલ સીટો 535 રહી ગઈ છે. મતલબ બહુમતનો જાદુઈ આંકડો 268નો રહી જાય છે. જ્યારે કે બીજેપી પાસે જ પોતાની 274 સીટો છે અને એનડીએ સાથે આ સંખ્યા 315 પહોંચી જાય છે.  જ્યારે કે વિપક્ષ અને અન્ય દળ મળીને સંખ્યા 220 સુધી જ પહોંચે છે. પણ અવિશ્વાસ પ્રસ્તાવના બસ બે જ મકસદ છે. વિપક્ષી એકતાને તોલવી અને ચૂંટણી વર્ષમાં સરકારને તમામ મુદ્દા પર ઘેરવુ. 
 
સપા નેતા રામ ગોપાલ યાદવે કહ્યુ કે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગથી વધુ મહત્વપૂર્ણ તેમના માટે ચર્ચા છે અને વિપક્ષી દળ આ ચર્ચા દ્વારા મોદી સરકારની નિષ્ફળતાઓ અને નાકામીઓને દેશના સામે મુકશે.  હાલ કોંગ્રેસ નેતાઓએ બિનએનડીએ, બિનયૂપીએ દળો જેવા બીજેડી, એઆઈએડીએમકે અને ટીઆરએસ સાથે વાતચીત શરૂ કરી સમર્થન માંગ્યુ છે. વિપક્ષની કોશિશ અવિશ્વાસ પ્રસ્તાવ પર વધુથી વધુ સમર્થન એકત્ર કરવાની છે. હવે 20 જુલાઈની તારીખના એલાન સાથે જ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને ઊંઘી ગણતરી શરૂ થઈ ગઈ છે. સત્તા પક્ષ અને વિપક્ષ બંને આને એક મોટો રાજનીતિક મંચના રૂપમાં ઉપયોગ કરવાની રણનીતિ બનાવવામાં લાગી ગય અછે. આ રાજનીતિ વચ્ચે અવિશ્વાસ મત વિપક્ષની એકતાને તોલવાનો એક મહત્વની તક પણ હશે. 
 
સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે કહ્યુ કે રાજગ એકજુટ છે અને અવિશ્વાસ પ્રસ્તાવ વિરુદ્ધ મતદાન કરશે.  તેમણે કહ્યુ અમે રાજગના બહારના દળો પાસેથી પણ સમર્થન મળવાની આશા છે. આ વિચિત્ર છે કે ભાજપાના એકલાના દમ પર બહુમત મેળવવા અને 21 રાજ્યોમાં સત્તાસીન હોવા છતા વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી છે.  કુમારે કહ્યુ કે પાર્ટીએ પોતાના લોકસભા સભ્યોએન આગામી બે દિવસ માટે વ્હિપ રજુ કર્યુ છે અને તેમને સદનમાં હાજર રહેવાનુ કહ્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યૂરોપિયન યૂનિયને ગૂગલને 5 અરબ ડોલરનો દંડ કર્યો, જાણો શુ છે કારણ