Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Devendra Fadnavisનું હેલીકોપ્ટર ઉડાન ભરતા જ ધડામથી જમીન પર ગબડ્યુ, બચી ગયા CM

દેવેન્દ્ર ફડણવીસ
, ગુરુવાર, 25 મે 2017 (12:31 IST)
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે બચી ગયા.  સીએમનો હેલીકૉપ્ટરની ઉડાન ભરતા જ ધડામથી જમીન પર ગબડી પડ્યુ. જ્યા હેલીકોપ્ટર પડ્યુ તો મોટો ખાડો થઈ ગયો. મળતી માહિતી મુજબ તેમનો જમનો હાથ ઘાયલ થયો છે અને થોડી ખરોચ આવી છે. 

દેવેન્દ્ર ફડણવીસ


જોકે આ ભયાનક દુર્ઘટનામાં પાયલોટ સહિત તમામ લોકો સુરક્ષિત છે. ખુદ સીએમ ફડણવીસની ઓફિસે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. ચોપરમાં સીએમ અને ઓએસડી સહિત ચારથી પાંચ લોકો સવાર હતા.
 
મળતી માહિતી મુજબ હેલિકોપ્ટર લેન્ડિંગ કરતી વખતે ધડામ દઈને જમીન પર પડ્યું હતું. જ્યાં હેલિકોપ્ટર પડ્યું ત્યાં મોટો ખાડો પડી ગયો છે. ફડણવીસને ડાબા હાથમાં ઈજા થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
 
મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટ કરીને કહ્યું કે, લાતુરમાં અમારું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે પરંતુ હું અને મારી ટીમ સંપૂર્ણ સલામત છીએ. ચિંતા કરવા જેવું કંઈ નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગાંઘીનગરમાં સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના ઉદ્ઘાટનમાં પાકિસ્તાન અને માલદિવની ગેરહાજરી