Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Chandrayaan-3 Landing Live: ચંદ્રયાન-3 એ રચ્યો ઈતિહાસ, ઈંડિયા ઈઝ નાઉ ઑન ધ મૂન

india now on the moon
, બુધવાર, 23 ઑગસ્ટ 2023 (18:05 IST)
Chandrayaan-3 Landing Live: ચંદ્રયાન-3 એ ઈતિહાસ રચી દીધો છે. આ ભારત માટે ઐતિહાસિક ક્ષણ છે. ચંદ્રયાન 3 એ ચંદ્રની સપાટી પર સુરક્ષિત લૈંડિંગ કર્યુ છે. દુનિયાભરના લોકો ભારતના આ મિશન પર નજર રાખીને બેસ્યા છે. આ અવસર પર પીએમ મોદીનુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ, આ ક્ષણ અભૂતપૂર્વ છે. ઈંડિયા ઈઝ નાઉ ઑન ધ મૂન... જાણો દરેક ક્ષણની અપડેટ 
 
ભારતે 14 જુલાઈના રોજ 'લોન્ચ વ્હીકલ માર્ક-3' (એલવીએમ3) રોકેટ દ્વારા રૂ. 600 કરોડના ખર્ચે  તેનું ત્રીજું ચંદ્ર મિશન - 'ચંદ્રયાન-3' લોન્ચ કર્યું. આ અંતર્ગત, 41 દિવસની તેની સફરમાં, યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર ફરી એકવાર 'સોફ્ટ લેન્ડિંગ' કરવાનો પ્રયાસ કરશે, જ્યાં અત્યાર સુધી કોઈ દેશ પહોંચ્યો નથી.
  
રશિયા થયું નિષ્ફળ 
ચંદ્રયાન-3 ના 'સોફ્ટ લેન્ડિંગ'ના થોડા દિવસો પહેલા, જ્યારે તેનું રોબોટિક લેન્ડર ચંદ્રની સપાટી પર ક્રેશ થયું ત્યારે રશિયા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાની રેસમાં પાછળ રહી ગયું હતું. રશિયન લેન્ડર લુના-25 અનિયંત્રિત ભ્રમણકક્ષામાં ગયા બાદ ચંદ્ર પર ક્રેશ થયું છે.
 
ISRO એ શું કહ્યું ?
 
ISROએ મંગળવારે (22 ઓગસ્ટ) કહ્યું કે ચંદ્રયાન-3 મિશન નિર્ધારિત સમય મુજબ આગળ વધી રહ્યું છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે 'ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક' (આઈએસટીઆરએસી)માં સ્થિત 'મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ'માં ઉત્સાહનું વાતાવરણ છે.
 
ઈસરોએ જણાવ્યું કે ચંદ્રયાન-3નું મોક્સ/આઈએસટીઆરએસી પરથી ચંદ્રની સપાટી પર લેન્ડિંગનું જીવંત પ્રસારણ બુધવારે સાંજે 5.20 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ બુધવારે સાંજે 6.45 વાગ્યે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક ઉતરશે તેવી અપેક્ષા છે.
 
ઉલ્લેખનીય છે કે રશિયાએ તાજેતરમાં તેના રોબોટિક લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનું લેન્ડર ક્રેશ થતાં મિશન નિષ્ફળ રહ્યું હતું. આવી સ્થિતિમાં, દરેકની નજર ભારતના ચંદ્ર પરના મિશન પર છે અને ઈસરોનું માનીએ તો સૌપ્રથમ લેન્ડિંગ સાઇટ પર સૂર્યોદયની રાહ જોવી પડશે અને તે પછી લેન્ડિંગ પ્રક્રિયા સાંજે લગભગ 5:45 વાગ્યે શરૂ થઈ શકે છે. .

Live Updates
 
ઈસરો દ્વારા ચંદ્રયાન-3 મિશન સંબંધિત અપડેટ જે ગઈકાલે શેર કરવામાં આવ્યું હતું. તેમાં ચંદ્રની કેટલીક તસવીરો પણ હતી અને એ પણ જણાવ્યું કે આ મિશન તેના સમયપત્રક મુજબ ચાલી રહ્યું છે.


Where to Watch Chandrayaan-3 Landing Live Streaming?
 
ચંદ્રયાન-3ના લેન્ડિંગનું જીવંત પ્રસારણ સાંજે 5.27 વાગ્યે શરૂ થશે અને તે ઈસરોની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે.
 
ISRO ની વેબસાઈટ : isro.gov.in
Facebook પર : https://facebook.com/ISRO 
 
અથવા તે ડીડી નેશનલ ટીવી ચેનલ પર જોઈ શકાય છે.

 
Chandrayaan 3 Live: : સિગ્નલ ન મળે તો શું?
 
આજે એવી અપેક્ષા છે કે ભારત સાંજે 6:04 વાગ્યે ચંદ્રની સપાટી પર પગ મૂકશે અને ઇતિહાસ રચશે. જો કે, જો સિગ્નલ યોગ્ય રીતે પ્રાપ્ત ન થાય તો, ભારત પાસે થોડો વધુ સમય હશે, તેથી લેન્ડિંગ 27 ઓગસ્ટ સુધી મોકૂફ રાખવામાં આવી શકે છે.


06:32 PM, 23rd Aug
india now on the moon

પીએમ મોદીએ આપી શુભેચ્છા, 
 પીએમ મોદીએ કહ્યુ કે ચંદ્રયાન 3 ની ચંદ્રમા પર સફળ લૈંડિગ થઈ ગયુ છે. ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર પહોચનારો ભારત પહેલો દેશ છે.  હવે બાળકો કહેશ એકે ચંદા મામા બસ એક ટૂર ના છે. 
 
- ચંદ્રયાન 3 એ રચ્યો ઈતિહાસ, ચંદ્રમાની સપાટી પર ઉતર્યુ 
ચંદ્રયાન 3 એ ઈતિહાસ રચી દીધો છે. તે ચંદ્રમાની સપાટી પર સફળતાપૂર્વક ઉતરી  ગયુ છે. 

03:39 PM, 23rd Aug

09:57 AM, 23rd Aug
 
ચંદ્રયાન-3ના સફળ લેંડીંગ માટે દેશભરમાં પ્રાર્થનાઓ માંગવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં પણ સાધુઓએ હવન કર્યો.


08:37 AM, 23rd Aug
#chandrayaan #મારુ ભારત મારુ ગૌરવ 
ચંદ્રયાન 3 ની લેંડિંગ માટે શુભેચ્છાઓ...શુભકામનાઓ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચંદ્રયાન-3, જાણો મિશનની ખાસિયત અને તેની કિંમત