Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પશ્ચિમ બંગાળમાં કેપિટલ એક્સપ્રેસના બે કોચ પાટા પરથી ઉતર્યા, 2 લોકોના મોત, 12 ઘાયલ

train accident
, બુધવાર, 7 ડિસેમ્બર 2016 (10:12 IST)
ગઈકાલે પટનાથી ગુવાહાટી જઈ રહેલ  કેપિટલ એક્સપ્રેસના બે કોચ પશ્ચિમ બંગાળમાં પા ટા પરથી ઉતરી ગયા જેમાં 2 લોકોના મોત  થઈ ગયા છે. આ સિવાય ઓછામાં ઓછા 6 લોકો ઘાયલ થઈ ગયા છે. તેમાં 3 ની હાલત ગંભીર  છે. ઘટનાના પાછળનું મુખ્ય કારણ ડ્રાઈવરની નિષ્કાળજી બતાવાય રહી છે. 
 


નોર્થ ઇસ્ટ ફ્રન્ટયર રેલ્વે અધિકારીઓએ કહ્યુ છે કે સીનીયર અધિકારીઓ સાથે રાહત ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઇ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય યાત્રિકોને સુરક્ષિત રીતે ગુવાહાટી પહોંચાડવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
 
      રેલ્વેના જણાવ્યા પ્રમાણે એન્જીન અને તેની સાથે લાગેલ કોચ પાટા ઉપરથી ઉતરી ગયા હતા. બે સપ્તાહ પહેલા ઇન્દોર-પટણા એકસપ્રેસના ૧૪ ડબ્બા યુપીના કાનપુરમાં પાટા ઉપરથી ઉતરી ગયા હતા અને જેને કારણે ૧૦૦ વ્યકિતના મોત થયા હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જયલલિતાના પાર્થિવ શરીરને રાજકીય સમ્માન સાથે MGRની સમાધિ પાસે દફન કરવામાં આવ્યો