ઈંડિયન નેશનલ લોકદળ (ઈનેલો)ના ધારાસભ્ય ડો. હરિચંદ્ર મિડ્ઢાના નિધન પછી ખાલી થયેલ જીંદ વિધાનસભા સીટ પર પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ ચૂંટણીમાં બીજેપીના ટિકિટ પર મેદાનમાં ઉતરેલા દિવંગત ધારાસભ્ય મિડ્ઢાના પુત્ર ડો. કૃષ્ણ મિડ્ઢા એ 12,885 વોટોથી જીત નોંધાવી છે. ઈનેલોના બે ભાગમાં વહેંચાય ગયા પછી આ સીટ પર રાજ્યમાં સત્તાધારી બીજેપીનો માર્ગ મોકળો માનવામાં આવી રહ્યો હતો. પણ કોંગ્રેસના કૈથલના ધારાસભ્ય અને પાર્ટીના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાને મેદાનમાં ઉતારીને મુકાબલો દિલચસ્પ બનાવી દીધો હતો.
રાજસ્થાન પેટા ચૂંટણીમાં જીત સાથે સત્તારૂઢ કૉંગ્રેસ પાસે રાજસ્થાનમાં 100 ધારાસભ્યો થયા છે. કૉંગ્રેસના ઉમેદવાર શફિયા જુબૈરને કુલ 83311 મત મળ્યા હતા. તેમણે ભાજપના સુખવંત સિંહને 12228 મતે હાર આપી છે. જ્યારે બસપાના ઉમેદવાર 24 856 મત સાથે ત્રીજા નંબર પર રહ્યા હતા.
ઝિંદ વિધાનસભાની બેઠકની પેટાચૂંટણીમાં સાતમા રાઉંડની ગણતરી બાદ મતદાન ગણતરી કેન્દ્ર બહાર વિરોધ પક્ષોના સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના સમર્થકોએ મતગણતરીમાં ખોટું થયું હોવાનો આરોપ લગાવતા હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું હતું. સ્થિતિને કાબુમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.