baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભયંકર આગ સાથે દોડતી રહી ટ્રેન: પેસેન્જર ટ્રેનમાં ભીષણ આગ, દોડતી રહી ટ્રેન

Bihar Train running with terrible fire
, રવિવાર, 3 જુલાઈ 2022 (13:20 IST)
બિહારથી (Bihar)  આવી રહેલા એક મોટા સમાચાર મુજબ, આજે અહીં મોતિહાર (MOtihar) ના રક્સૌલથી નરકટિયાગંજ જતી પેસેન્જર ટ્રેનમાં અચાનક આગ લાગી હતી. આ સાથે રેલ્વે કર્મચારીઓએ તરત જ ટ્રેનને રોકી દીધી હતી. હાલ આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. તે જ સમયે, બાકીની બોગી અલગ કરવામાં આવી હતી. ,
 
રવિવારે જ્યારે ટ્રેન રક્સૌલના ભેલાહીના બ્રિજ નંબર 39 પાસે પહોંચી ત્યારે અચાનક તેમાં આગ લાગી હતી. જ્યારે ત્યાં હાજર રેલવે કર્મચારીઓએ ધુમાડો જોયો તો જાણવા મળ્યું કે ટ્રેનના એન્જિનમાં આગ લાગી હતી.જો કે, કર્મચારીઓની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી હતી. કર્મચારીઓએ સમયસર ટ્રેનના એન્જિનને કોચથી અલગ કરી દીધું હતું, જેના કારણે બીજા કોચમાં આગ આગળ વધી શકી નહોતી
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચલણી નોટો મુદ્દે RBI નો મોટો આદેશ, અનફિટ નોટોને અલગ કરવાના મશીન