બિહારની નીતીશ સરકારે રાજ્યમાં દારૂના સેવન, ઉત્પાદન અને વેચાણ પર રોક લગાવી છે. તેમ છતા રાજ્યમાં દારૂની અવૈઘ વેચાણ અને પીવાના રોજ કેસ આમે આવતા રહે છે. આટલુ જ નહી અનેકવાર ઝેરીલી દારૂ (Poisonous Liquor)પીવાથી લોકોના મોત થઈ ચુક્યા છે. છતા પણ લોકો સુધરી રહ્યા નથી. તાજેતરનો મામલો નાલંદાનો છે. જ્યા પાંચ લોકો દારૂની જેમ કાળના મોઢામાં સમાય ગયા ગયા છે. હાલ પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે.
<
"5 people died allegedly due to the consumption of poisonous liquor in Bihar's Nalanda," claims the deceased's families
— ANI (@ANI) January 15, 2022
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
હકીકતમાં, નાલંદા જિલ્લાના સોહસરાય પોલીસ સ્ટેશન વિસ્તારના છોટી પહારી અને પહર તલ્લી મોહલ્લામાં એક સાથે 9 લોકોના શંકાસ્પદ સ્થિતિમાં મોત થયા છે, જ્યારે ત્રણ લોકોની ગંભીર હાલતમાં ખાનગી ક્લિનિકમાં સારવાર ચાલી રહી છે. તમામ મૃતકોના સંબંધીઓ દારૂ પીધા બાદ તબિયત બગડવાના કારણે મોતની વાત જણાવી રહ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. એસએચઓ સુરેશ પ્રસાદ બાદ સદર ડીએસપી ડો.શિબલી નોમાની ઘટનાસ્થળે પહોંચીને પરિવારજનો પાસેથી માહિતી લઈ રહ્યા છે.
જો કે, અત્યાર સુધી નકલી દારૂના સેવનથી મૃત્યુની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ સ્થાનિક લોકો પણ નજીકના વિસ્તારમાં દારૂ બનાવવાની વાત કરી રહ્યા છે. તે જ સમયે, માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હરગવા ગામમાં દારૂ પીને બે લોકોના મોતની ચર્ચા છે.