Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બિહારના મંત્રી તેજ પ્રતાપ યાદવ અચાનક બીમાર, છાતીમાં દુખાવાની ફરિયાદ થતા હોસ્પિટલમાં દાખલ

Bihar minister Tej Pratap Yadav admitted to hospital
, બુધવાર, 19 જુલાઈ 2023 (22:53 IST)
Bihar News: બિહારના વન અને પર્યાવરણ તેજ પ્રતાપ યાદવની તબિયત અચાનક બગડી છે. તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ હોવાનું કહેવાય છે. આ પછી, તેમને પટનાની મેડીવર્સલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. છાતીમાં ભારે દુખાવો થયા પછી તેમની તબિયત લથડી હતી. તબિયત બગડતાં જ તેજ પ્રતાપને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીંના તબીબો તેની તપાસ કરી રહ્યા છે.

ઘરે હતા ત્યારે જ સાંજે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો
મળતી માહિતી મુજબ, તેજ પ્રતાપ યાદવ બુધવારે મોડી સાંજે પોતાના ઘરે હતા. આ દરમિયાન તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. દર્દ વધુ વકરતું જોઈને તેમને નજીકની કાંકરબાગની મેડીવર્સલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. એવું જાણવા મળ્યું છે કે  જ્યારે તેજ પ્રતાપની તબિયત બગડી ત્યારે આ જ હોસ્પિટલ નજીક હતું. 
 
હોસ્પિટલમાં દાખલ થયાનો વીડિયો વાયરલ 

તેજ પ્રતાપ યાદવને કાંકરબાગની મેડીવર્સલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાની માહિતી પણ મળી છે. અહીં ડોક્ટરોની ટીમ તેમનાં સ્વાસ્થ્યની દેખરેખ કરી રહ્યા છે.  તેજ પ્રતાપ યાદવનાં હોસ્પિટલમાં દાખલ થવાનો વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તેઓ હોસ્પિટલના બેડ પર સૂતા જોઈ શકાય છે. આમાં ડોકટરો તેમની સાથે વાત કરી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં પ્રદિપ ડોનની હત્યા કેસના આરોપી જિજ્ઞેશ સોનીની ક્રિકેટ સટ્ટો અને ડબ્બા ટ્રેડિંગમાં ધરપકડ