Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Weather Update: હવામાનમાં મોટો ફેરફાર, આ રાજ્યોમાં 4 દિવસ સુધી વરસાદની ચેતવણી, IMDએ આપ્યું લેટેસ્ટ અપડેટ

Weather Update: હવામાનમાં મોટો ફેરફાર, આ રાજ્યોમાં 4 દિવસ સુધી વરસાદની ચેતવણી, IMDએ આપ્યું લેટેસ્ટ અપડેટ
, સોમવાર, 13 ફેબ્રુઆરી 2023 (10:31 IST)
પહાડો પરથી આવતા ઠંડા પવનોને કારણે તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે અને તેના કારણે ફરી એકવાર ઠંડીનો અહેસાસ શરૂ થયો છે. આ સાથે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેના પછી તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. આ સાથે હવામાન વિભાગે પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા માટે એલર્ટ પણ જારી કર્યું છે.
 
આ રાજ્યોમાં વરસાદ પડશે
હવામાન વિભાગ (IMD) એ અરુણાચલ પ્રદેશમાં 16 ફેબ્રુઆરી સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે (વરસાદની ચેતવણી). આ સિવાય IMD એ પૂર્વ આસામમાં પણ વરસાદની આગાહી કરી છે. આ સિવાય કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં હળવા વરસાદ સિવાય હિમવર્ષા થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં વરસાદ ઉપરાંત જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે, જેના કારણે મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

WPL Auction - પાકિસ્તાન સામેની જીત બાદ મહિલા IPLની હરાજીમાં આ ખેલાડીઓ બનશે કરોડોના માલિક