બેંગલુરુઃ બેંગલુરુના રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સી NIAને મોટી સફળતા મળી છે. NIAના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર બ્લાસ્ટ કેસના બે આરોપીઓની પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરવામાં આવી છે.
મોડી સાંજ સુધીમાં તપાસ એજન્સી આ અંગે ખુલાસો કરી શકે છે. NIAએ આ બંને આરોપીઓ પર 10-10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.
NIAએ આ કેસમાં ભાગેડુ અદબુલ માથિન તાહા અને મુસાવીર હુસૈન શાઝેબની કોલકાતા નજીકથી ધરપકડ કરી છે. જાણકારી અનુસાર, NIAએ બાતમીના આધારે બંનેની ધરપકડ કરી હતી
મળતી માહિતી મુજબ મુસાવીર હુસૈન શાજીબ એ વ્યક્તિ છે જેણે કાફેમાં IED લગાવ્યો હતો. અબ્દુલ મતીન તાહા પર પ્લાનિંગ કરવાનો, બ્લાસ્ટને અંજામ આપવાનો અને પછી કાયદાથી ભાગવાનો માસ્ટરમાઇન્ડ હતો.
એવુ કહેવાય છે કે બંને આરોપીઓ તેમની ખોટી ઓળખના આધારે કોલકાતા નજીક છુપાયેલા હતા. ગુપ્ત માહિતીના આધારે NIAએ બંનેના લોકેશન ટ્રેસ કરીને તેમને પકડ્યા હતા.
માહિતી અનુસાર, કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ અને પશ્ચિમ બંગાળ, તેલંગાણા, કર્ણાટક અને કેરળ પોલીસના સંકલિત પ્રયાસોને કારણે આ સફળતા મળી છે.