Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જેને મારા ભાઈને માર્યો તેનુ માથુ જોઈએ, પહેલગામમાં માર્યા ગયેલા વિનય નરવાલની બહેનની CM નાયબ સૈનીને વિનંતી

vinay narwals wife
, ગુરુવાર, 24 એપ્રિલ 2025 (13:11 IST)
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયરાના અતંકી હુમલામાં ભારતીય નૌસેનાના અધિકારી વિનય નરવાલનુ પણ મોત થયુ છે. નરવાલ હરિયાણાના કરનાલના રહેનારા હતા. મંગળવારે પૈતૃક સ્થાન પર વિનય નરવાલનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો જેમા હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પણ સામેલ થયા. અંતિમ સંસ્કારના સમયે વિનય નરવાલની બહેને સીએમ નાયબ સૈની પાસે મોટી ડિમાંડ કરી દીધી છે. મૃતક વિનય નરવાલની બહેને કહ્યુ કે જેણે મારા ભાઈને માર્યો તેનુ માથુ જોઈએ.  
 
મારા ભાઈને બચાવી શકાતો હતો - બહેન 
ભારતીય નૌસેનાના અધિકારી વિનય નરવાલની બહેને સીએમ નાયબ સૈને સામે વિનંતી કરતા કહ્યુ - જેણે મારા ભાઈને માર્યો મને તેનુ માથુ જોઈએ. મારા ભાઈને પુછ્યુ મુસલમાન છો અને ત્રણ ગોળી મારી દીધી.  જેણે મારા ભાઈને માર્યો મને એ મરેલો જોઈએ. મારો ભાઈ દોઢ કલાક સુધી જીવતો હતો. તેને કોઈ મદદ ન મળી. મારો ભાઈ બચી શકતો હતો.  

 
કેવી રીતે થયુ વિનયનુ મોત ?
વિનય નરવાલના લગ્ન ગઈ 16 એપ્રિલના રોજ હિમાંશી સાથે થયા હતા. બંને હનીમૂન માટે જમ્મુ-કાશ્મીરના પહેલગામ ગયા હતા. બૈસરનમાં આતંકવાદીઓએ હિમાંશીની સામે જ વિનયની નિર્દયતાથી હત્યા કરી નાખી.  હિમાંશી મુજબ - હુ ભેલપુરી ખાઈ રહી હતી અને મારા પતિ પણ ત્યા હતા. એક વ્યક્તિ આવ્યો અને પુછ્યુ કે શુ એ મુસ્લિમ છે અને જ્યારે તેમણે ના પાડી તો એ વ્યક્તિએ મારા પતિને ગોળી મારી દીધી.  
 
સમ્માન સાથે અંતિમ સંસ્કાર 
વિનય નરવાલ વર્ષ 2022માં નૌસેનામાં સામેલ થયા બાદ છેલ્લા દોઢ વર્ષથી કોચ્ચિમાં નૌસેનાની દક્ષિણી કમાનમાં ગોઠવાયેલા હતા. તેમના પાર્થિવ શરીરને તિરંગામાં લપેટીને બુધવારે બપોરે કાશ્મીરથી દિલ્હી લાવવામાં આવ્યો. દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ હવાઈ મથક પર નરવાલને શ્રદ્ધાંજલિ આપી.  નરવાલના પાર્થિવ શરીરને નૌસેના વાહન દ્વારા તેમના ઘરે કરનાલ લાવવામાં આવ્યા. અહી હજારો લોકો તેમની અંતિમ યાત્રામાં સામેલ થયા.  સાંજે વિનયનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. નૌસેનાના જવાનોએ તેમને બંદૂકોથી સલામી આપી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pahalgam terror attack - પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓને વિઝા મુક્તિ બંધ, જાણો શું છે સાર્ક વિઝા યોજના ?