Publish Date: Sun, 13 Feb 2022 (18:07 IST)
Updated Date: Sun, 13 Feb 2022 (18:10 IST)
દેશમાં વકરતો હિજાબ વિવાદના કારણે સ્કૂલની આસપાસ 200 મીટરના વિસ્તારમાં લાગ્યા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. કર્ણાટકના ઉડુપી જિલ્લા પ્રશાસને 14 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી જિલ્લાની તમામ હાઈસ્કૂલોની આસપાસ કલમ 144 લાગુ કરી છે.
આ દરમિયાન હાઈસ્કૂલના 200 મીટરની અંદર એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. કોઈપણ પ્રકારના શોભાયાત્રા અને સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ રહેશે.