આંધ્રપ્રદેશના એલુરુ જિલ્લાના અક્કીરેડ્ડીગુડેમ ખાતે એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા છ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 12 લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. ગુરુવારે મધરાતના સમયે ગેસ લીક થવાને કારણે આ ઘટના બની હતી
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, એલુરૂના એસપી રાહુલ દેવ શર્માએ જણાવ્યું કે ફેક્ટરીમાં નાઈટ્રિક એસિડ, મોનોમિથાઈલના લીકેજને કારણે આગ લાગી હતી. આગના સમયે ફાર્માસ્યુટિકલ પ્લાન્ટના યુનિટ 4માં 18 લોકો કામ કરી રહ્યા હતા. મૃત્યુ પામેલા છમાંથી ચાર બિહારના પરપ્રાંતિય કામદારો હતા. આગ બે કલાકમાં કાબુમાં આવી હતી.
મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિજનોને 25 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી. તેમણે ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રત્યેકને 5 લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી.
अઅધિકારીઓને ઘાયલોની સ્થિતિ પર નજર રાખવા માટે સૂચના આપવામાં આવી છે. પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.