વિંગ કમાન્ડર અભિનંદને ફસાવું પડયું કારણ કે તે ઉડાવતા હતા એ મિગ-૨૧ વિમાનની કમ્યુનિકેશ સિસ્ટમ જૂની છે. પાકિસ્તાની સેનાએ એ કમ્યુનિકેશન સિસ્ટમ જામ કરી દીધી હોય એવી શક્યતા છે. તેને કારણે અભિનંદનને સમયસપ પાછા ફરવાનો મેસેજ મળી શક્યો ન હતો. જેથી તેઓ પાકિસ્તાનમાં જઈ પહોંચ્યા હતા.
હુમલા વખતે ભારતે મિરાજ-૨૦૦૦ વિમાનો વાપર્યા હતા. આ ફાઈટર વિમાનોએ ઈઝરાયેલી બનાવટના ૯૦ કિલોગ્રામનો એક એવા પાંચ સ્પાઈસ-૨૦૦૦ બોમ્બ આતંકી કેમ્પો પર વરસાવ્યા હતા. ૯૦ સેકન્ડમાં જ પાકિસ્તાની આતંકી કેમ્પો સાફ થયા હતા. કુલ છ બોમ્બ વરસાવવાના હતા, પણ છઠ્ઠો બોમ્બ ટેકનિકલ કારણોસર રિલિઝ થઈ શક્યો ન હતો. મિશન અત્યંત ગુપ્ત હતું એટલે જે પાઈલટો વિમાનો લઈને ઉડયા હતા તેના પરિવારજનોને પણ તેઓ જાણકારી આપી શક્યા ન હતા. આજે પણ એ પાઈલટોના નામ તો જાહેર કરવામાં આવ્યા જ નથી.