ઈસરોએ જણાવ્યુ કે ચંદ્રયાન-3 ના વિક્રમ લૈંડરે ચંદ્રની સપાટી પર પ્રાકૃતિક ભૂકંપીય ઘટનાની શોધ કરી છે. ઈસરો મુજબ ચંદ્રયાન 3 લૈંડર પર ભૂકંપીય ગતિવિધિની શોધ કરનારા ઉપકરણ હાજર હતા. તે ઉપકરણ્ણ મિશનના પ્રજ્ઞાન રોવર અને અન્ય પેલોડની ગતિવિધિઓને કારણે થના કંપનની ગતિવિધિઓને પણ નોંધાવવામાં સફળ રહ્યા. ઈસરોએ એક્સ પર એક પોસ્ટના માધ્યમથી જણાવ્યુ કે ચંદ્રમા પર પહેલા માઈક્રો ઈલેક્ટ્રો મૈકેનિકલ સિસ્ટમ (એમઈએમએસ) પ્રોદ્યોગિકી આધારિત ઉપકરણે રોવરની ગતિવિધિઓને પણ રેકોર્ડ કરી છે. જો કે આ પ્રાકૃતિક ઘટના 26 ઓગસ્ટ 2023ની બતાવાય રહી છે. આ ઘટનાના સમસ્ત સ્ત્રોતોની ઈસરો તપાસ કરવામાં લાગ્યુ છે. આ ILSA પેલોડ ને LEOS બેંગલોર દ્વાર ડિઝાઈન અને અમલીકરણ કરવામાં આવ્યો છે અને તેને ગોઠવાયેલ તંત્ર યૂઆરએસસી, બેંગલુરુ દ્વારા વિકસિત કરવામાં આવ્યો છે.