Publish Date: Thu, 08 Sep 2022 (11:13 IST)
Updated Date: Thu, 08 Sep 2022 (11:16 IST)
Amit Shah Security Lapse in Mumbai: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ક્ષતિનો મોટો મામલો સામે આવ્યો છે. મુંબઈની મુલાકાત દરમિયાન એક 32 વર્ષીય અજાણ્યો વ્યક્તિ કલાકો સુધી ગૃહમંત્રીની આસપાસ ભટકતો રહ્યો. આ વ્યક્તિએ પોતાને આંધ્રપ્રદેશના સાંસદનો પીએ ગણાવ્યો હતો. તેની પાસે ગૃહ મંત્રાલયનો આઈડી કાર્ડનો પટ્ટો પણ હતો, જેને પહેરીને તે ગૃહમંત્રીના કાફલા સાથે ફરતો હતો.
પોતાજે જણાવ્યુ સાંસદના પી.એ
મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રાલયનું આઈડી કાર્ડ પહેરનાર વ્યક્તિએ પોતાની અસલી ઓળખ છુપાવી હતી. આ અજાણ્યો વ્યક્તિ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરની બહાર બ્લેઝર પહેરીને ફરતો પણ જોવા મળ્યો હતો. આ વ્યક્તિ પર શંકા થયા બાદ ગૃહ મંત્રાલયના એક અધિકારીએ મુંબઈ પોલીસને જાણ કરી હતી.
મુંબઈ પોલીસે પૂછપરછ બાદ વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીનું નામ હેમંત પવાર જણાવવામાં આવી રહ્યું છે. તે મહારાષ્ટ્રના ધુલેનો રહેવાસી છે. આરોપી પવારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.