Akola violence - મહારાષ્ટ્રના અકોલાના ઓલ્ડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે સાંજે નજીવી તકરારમાં બે જૂથો વચ્ચેની અથડામણ હિંસક બની ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. એક વીડિયોમાં કથિત રીતે બે જૂથો પથ્થરમારો કરતા અને શેરીઓમાં હંગામો મચાવતા જોવા મળે છે. પોલીસે જણાવ્યું હતું કે ટોળાએ કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, હિંસક ઘટના બાદ ઓલ્ડ સિટી પોલીસ સ્ટેશનની બહાર મોટી ભીડ નીકળી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ટોળાએ વિસ્તારમાં કેટલાક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે બળનો ઉપયોગ કરવો પડ્યો હતો.
આ ઘટના જૂના શહેરના ગંગાધર ચોક પોલા હરિહર પેઠ વિસ્તારમાં બની હતી. અહીં બે સમુદાયના લોકો સામસામે આવી ગયા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો અને અનેક વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી. બદમાશોએ પોલીસ વાહન તેમજ ફાયર એન્જિન પર પથ્થરમારો કર્યો, જેમાં ઘણા ફાયર કર્મીઓ ઘાયલ થયા.