Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવામાનનો કહેર નહીં ઝેલી શકે ભારતના આ શહેરો! દુનિયાના ટોપ 20 ‘ડેન્જર’ શહેરોમાં અમદાવાદનો સમાવેશ

Ahmedabad climate risk
ભારતમાં કેટલાક મોટા શહેરો એવા છે, જ્યાં હવામાન સંબંધિત જોખમો સામે ટકી રહેવાની ક્ષમતા ચિંતાજનક હોવાનું એક નવા વિશ્લેષણમાં સામે આવ્યું છે. ક્લાઇમેટ ઇન્ટેલિજન્સ કંપની AlphaGeoના વૈશ્વિક મૂલ્યાંકન મુજબ, દુનિયાના સૌથી વધુ ક્લાઇમેટ રિસ્ક ધરાવતા શહેરોમાં ભારતના બે મોટા શહેરોનો પણ સમાવેશ થાય છે.
 

કયા જોખમોનું વિશ્લેષણ કરવામાં આવ્યું?

 
આ રિપોર્ટ માર્ચ 2026માં જાહેર કરવામાં આવ્યો હતો. તેમાં Climate Risk and Resilience Indexના આધારે વિશ્વના 72 મોટા શહેરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં ભીષણ ગરમી, પૂર, દુષ્કાળ અને જંગલની આગ જેવા મુખ્ય હવામાન સંબંધિત જોખમો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
 
આ ઉપરાંત, આ જોખમોને ઘટાડવા માટે શહેરોમાં ઉપલબ્ધ બચાવ અને રક્ષણાત્મક વ્યવસ્થાઓ કેટલી અસરકારક છે તેનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
 
AlphaGeoએ શહેરોને Resilience-Adjusted Risk (RAJ) સ્કોરના આધારે રેન્ક કર્યા છે. RAJ સ્કોરનો અર્થ એ છે કે શહેરમાં રહેલી રેસિલિયન્સ અને બચાવની વ્યવસ્થાઓને ધ્યાનમાં લીધા બાદ પણ કેટલું ક્લાઇમેટ જોખમ યથાવત રહે છે.

અમદાવાદની સ્થિતિ સૌથી ચિંતાજનક

 
રિપોર્ટ મુજબ, ભારતીય શહેરોમાં અમદાવાદની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. પાકિસ્તાનના હૈદરાબાદ અને ભારતના અમદાવાદ બંનેનો RAJ સ્કોર 41 છે.
 
આ યાદીમાં કોલકાતા 35ના સ્કોર સાથે 6મા ક્રમે છે. જ્યારે બેંગલુરુ 12મા અને ચેન્નાઈ 15મા ક્રમે છે.

કયા શહેરો સૌથી વધુ જોખમમાં?

 
રિપોર્ટ મુજબ અમદાવાદ, કોલકાતા અને પાકિસ્તાનના હૈદરાબાદ ઉપરાંત મુલતાન, ઢાકા અને લાહોર પણ સૌથી વધુ ક્લાઇમેટ રિસ્ક ધરાવતા ડેન્જર ઝોનમાં સામેલ છે.
 
આ વિશ્લેષણ દર્શાવે છે કે વધતી ગરમી, પૂર, દુષ્કાળ અને અન્ય આબોહવા સંબંધિત ઘટનાઓ સામે મોટા શહેરોએ પોતાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બચાવ વ્યવસ્થાઓને વધુ મજબૂત કરવાની જરૂર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગંગા નદીમાં ભયાનક પૂર, 150 વર્ષ જૂનું શિવ મંદિર પાણીમાં ગરકાવ; 62 ગામો ડૂબ્યાં